Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 74
________________ ટૂંકમાં, વિજ્ઞાન પરિસ્થિતિ લક્ષી છે માટે મોટા ચમત્કાર સુધી તે ક્યારેય પહોંચી શકશે નહીં. ધર્મનું લક્ષ્ય મનઃસ્થિતિ છે, તેથી નાના ચમત્કારમાં તે બહુ માનતું નથી. વિજ્ઞાન શરીરના રોગો સામે લડત ચલાવે છે. ધર્મ અંદરના દોષો સામે જીત મેળવી આપે છે. ડાયાલિસીસના મશીનના આધારે, ગયેલી કિડનીવાળી વ્યક્તિ પણ વર્ષો ખેંચી કાઢે છે. તે સમયગાળાને રસાળ બનાવવાનું બળ ધર્મ સિવાય કોઈ આપી શકતું નથી. શરીર પરથી કોઢના ડાઘને દૂ૨ ક૨વાની ટેક્નિક વિજ્ઞાન શોધી કાઢશે, પણ જીવનમાંથીક્રોધને નામશેષ ક૨વાની કોઈ ફોર્મ્યુલા તેનીપાસે નથી. ટૂંકમાં, વિજ્ઞાનનું ટાર્ગેટ દુઃખ છે. ધર્મનું ટાર્ગેટ દોષ છે. દોષને અકબંધ રાખીન દુ:ખનો નિકાલ કરવાની પ્રવૃત્તિ તો રસી કાઢ્યા વગર ગુડા પર મલમ લગાડવા જેવી કામગીરી છે. વિજ્ઞાન બહારના માણસને સગવડ આપે છે. ધર્મ અંદરના માણસને સ્વચ્છ કરે છે. વિજ્ઞાનના સગવડવાદ સામે ધર્મનો સમતાવાદ લાખ દરજ્જે ઊંચો પુરવાર થાય છે. -0-0 મનનો મેડિકલેઈમ ૬૯

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110