Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 70
________________ જવાનો છે. આ વાત સ્પષ્ટ થતાં તેમણે કહેલું : “હવે કોઈ નવાં સાધનો માટે ફાંફાં મારશો નહીં. આપણી પાસે સાધનાનો માર્ગ છે. પછી સાધનોના માર્ગે કોણ જાય?' કદાચ માનવામાં ન આવે તેવી એ નક્કર વાસ્તવિકતા હતી કે તે વખતે આવી સખત બીમાર અવસ્થામાં, પથારીમાં પડ્યા રહીને પણ તેમણે એક વખત સંપૂર્ણ માસક્ષમણ (૩૦ ઉપવાસ)ની અને એક વખત સળંગ ચોવીસ ઉપવાસની તપશ્ચર્યા કરી. વાંચન-ચિંતન વગેરેમાં મનને એવું તો પરોવી દીધું કે તેમની આ સાધનાની ધૂન સામે દેહપીડાનો કોલાહલ જાણે ક્યાંય દબાઈ ગયો. તે વખતે મુંબઈના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો પણ ભારે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયેલા. બધાને લાગતું હતું કે He should be a magician. દેહપીડા અને ચિત્તસમાધિ વચ્ચેના એ ભીષણ જંગમાં ચિત્તસમાધિનો ઝળહળતો વિજય થયો. સમાધિના મહામંત્ર સામે દેહપીડા નામની વ્યંતરીનું કાંઈ ચાલ્યું નહીં. દેહ પડી ગયો ખરો, પણ સમાધિ અકબંધ રહી. અસાધ્ય રોગ સામે વિજ્ઞાન નાનો ચમત્કાર ન કરી શક્યું. જ્યારે ધર્મે મોટો ચમત્કાર કરી બતાવ્યો. આવા પ્રસંગે કર્મસત્તા અને ધર્મસત્તાનું સરવૈયું નીકળી જાય છે. કર્મો શરીરને રીતસરનું ફોલી નાંખવાની સંહારક શક્તિ ધરાવે છે તે વાત ખરી, પણ ધર્મનું કવચ જેના મનને મળી ગયું હોય તેવા સાધકના મનને ઊની આંચ આવતી નથી. કર્મો સાધકને રોગી બનાવી શકે, દુઃખી તો ન જ બનાવી શકે ! સૌજન્યઃ ધર્મ મહાસત્તા. અસાધ્ય રોગના કીટાણુને શરીરના બીજા ભાગમાં પ્રસરતા અટકાવવામાં વિજ્ઞાનને હજી સફળતા મળી શકે છે. પણ તે રોગની અસરમાંથી મનને બાકાત રાખવાની તેની પાસે ------ – મનનો મેડિકલેઈમ (૬૫)

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110