Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 68
________________ 0 સાધનાની સર્વોપરિતા પૂર્વભારતની પ્રસિદ્ધ જ્ઞાનપરબ કાશી. બુદ્ધ ફરતાં ફરતાં ત્યાં પહોંચ્યા. તે સમગ્ર પ્રદેશમાં બ્રાહ્મણોનો વસવાટ હોવાથી વેદસામ્રાજ્ય પ્રવર્તતું હતું. બૌદ્ધ ધર્મમાં કોઈને શ્રદ્ધા નહોતી. બુદ્ધના એક નવા શિષ્ય રજૂઆત કરી: “ભંતે! અહીં એકાદ ચમત્કાર દેખાડો તો! સરસ મોકો છે. તે જોવાથી બધા બૌદ્ધ ધર્મના અનુરાગી અને અનુયાયી બની જશે. ચમત્કારતો ભલભલાને નમસ્કાર કરવા પ્રેરે છે.” શિષ્યની પ્રપોઝલ પર વિચાર કરીને બુદ્ધે કહ્યું: “ભલે, પણ કોઈ નાનો ચમત્કાર બતાવું કે મોટો ચમત્કાર?' ચમત્કાર એટલે ચમત્કાર! તેમાં વળી નાનો શું ને મોટો શું?” મૂંઝાયેલા શિષ્યની આવી વાત સાંભળીને બુદ્ધ ખુલાસો કરતાં કહ્યું “જો વત્સ! કેટલાક ચમત્કાર બહુ નાના અને સામાન્ય ગણાય. જેમ કે, જમીનમાં દટાઈને પછી અમુક કલાકો પછી હેમખેમ બહાર નીકળવું... ભીંત સોંસરવા સડસડાટ ચાલી જવું... પાણી પર પગે ચાલી બતાવવું.. પંખીમાફક આકાશમાં ઊડી શકવું.. સળગતો અંગારો હાથમાં લઈ બતાવવો... આ બધા નાના ચમત્કારો કહેવાય. શિષ્ય તો સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તો ભંતે!.. મોટા ચમત્કારો કેવા?' તેણે પૂછ્યું. તો પછી મારે કોઈ માણસને અંદરથી સુધારવો પડે.” બુદ્ધ જવાબ આપ્યો. માણસમાં અંદરથી સુધારો થાય તે મોટામાં મોટો ચમત્કાર. - – મનનો મેડિકલેઈમ (૬૩)

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110