________________
વસ્તુઓની વણથંભી વણજાર એ સુખનું કારણ નહીં પણ અતૃપ્ત ભૂખનું લક્ષણ છે. જેની આસપાસમાં દવાની બોટલો, કેગ્યુલ્સ અને ટેબ્લેટ્સની સ્ટ્રિપ્સ ગોઠવાયેલી હોય તેવા માણસના શારીરિક આરોગ્ય માટે કેવી કલ્પના કરાય? વસ્તુઓના વિરાટ વર્તુળ વચ્ચે કેદ થયેલા માણસના આંતરિક આરોગ્ય માટે આવી જ કોઈ કલ્પના થઈ શકે.
પ્રાણવાયુ તો સિલિન્ડરમાંથી પણ મળી શકે, પણ તે અનારોગ્યનું લક્ષણ છે. આરોગ્યસંપન્ન વ્યક્તિ તો વાતાવરણમાંથી જ પ્રાણવાયુને શ્વસી લે છે. તેમ આનંદ એ આંતરિક સર્જન અને આંતરિક અનુભૂતિનો વિષય છે. વસ્તુમાંથી આનંદ મેળવવાની ચેષ્ટા એટલે સિલિન્ડર, નળી અને માસ્કવાળી વાત થઈ.
જીવવું ભારે પડે, માંદા પડવું મોંઘુ પડે ને મરી જવું સસ્તું પડે તેવા જીવનમાર્ગના મુસાફિરોની પાસે દ્રવ્યાત્મક પરિપ્રેક્ષમાં શું હોવું જોઈએ તે કહેવાનો અહીં ઉપક્રમ નથી. તે સહુની પાસે સમાધિ અને પ્રસન્નતાની અખંડિતતા હોવી જોઈએ એ તાત્પર્ય છે. પોતાના ઘરમાં રહેલી વસ્તુઓ આલોકને પણ ઉજાળશે કે કેમ તે એક સવાલ છે. જ્યારે પોતાના ઘટમાં રહેલી પ્રશાંતતા અને સંતુષ્ટિપરલોકને પણ ઉજાળી શકે છે. વર્તમાન પરિપ્રેક્ષમાં જીવનની સમાધિને સુરક્ષા કવચ આપે તેવાં કેટલાંક સોનેરી સૂચનો કરવાનું મન થાય છે. (૧) જેના વગર ભવિષ્યમાં ચલાવવું પડે તેવી સંભાવના હોય તે
ચીજની ટેવ ના પાડવી. તમારી પાસે કેટલું છે તેના આધારે નહીં પણ કેટલી ચીજ વગરતમે ચલાવી શકો છો તેના આધારે તમારી સમાધિ ટકે છે. રાતોરાત મોટા પાયે આર્થિક સદ્ધરતા લાવી આપે તેવા રસ્તે કદમ માંડતા પહેલાં એકસો વખત વિચારવું.
(૨)
-----
– મનનો મેડિકલેઈમ (૬૧)