Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 62
________________ ખખડાવે. શિશિરે કારણ પૂછ્યું તો કહે કે “ઘર યાદ રાખવાની મેં એક નિશાની ધારી છે. જે દરવાજા પર ફૂલ કોતરેલું છે. બરાબર તેની નીચે આપણું ઘર છે. એટલે ઉપરના માળે તે દરવાજો જોઈને હું નીચે ઊતરી જઉં છું.” શિશિરના પિતા સુમનભાઈ તો આ જવાબ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. કપાળે હાથ દઈને તેમણે ધ્રૂજતા અવાજે કીધું : “ખરો અક્કલમંદ છે આ ટાબરિયો. પાંચમા માળવાળાને બદલે ત્રીજા માળવાળાના દરવાજાની નિશાનીને આધારે યાદ રાખતો હોત તો ખોટા એક દાદરાની ચડ-ઊતર ન કરવી પડે.” બહુ માર્મિક છે આ જવાબ. પોતાના કરતાં ઉપરવાળાને નજર સામે રાખે તેણે ખેંચાવું જ પડે. પોતાના કરતાં નીચેનાને નજરમાં રાખીને જીવે તેને વધુ પરિશ્રમ કરવો ન પડે. આજની નવી પેઢીએ સુમનભાઈનું તત્ત્વજ્ઞાન ખાસ શીખવા જેવું છે. નવી પેઢીવાળા પોતાનાથી ઉપરનાને નજરમાં રાખીને જીવતા થયા છે. સાઈકલવાળાને બાઈકવાળો દેખાય છે ને બાઈકવાળાને કારવાળો દેખાય છે. ચાલીવાળા ફ્લેટવાળા સામે જોઈને જીવે છે. ફ્લેટવાળાને પોશ ડુપ્લેક્સવાળા દેખાય છે. પોતાને ત્યાં આવતા પ્રસંગના બજેટ પણ પોતાની ક્ષમતા પ્રમાણે નક્કી નથી થતાં. બીજાઓ, જે ઊંચા ગણાતા હોય, તેમના પ્રસંગો પ્રમાણે બધું ગોઠવાય છે. આજુબાજુવાળાના આધારે કે કો'કના અભિપ્રાયના આધારે કે આબરૂના આધારે નહીં પણ આવકના આધારે ખર્ચ કરવાનો હોય છે તે ભૂલી જવાય છે. ખર્ચનું માપ આપતા શાસ્ત્રજ્ઞ પુરુષ કહે છે : પ્રાયોચિતો વ્યયઃ જે લોકો પોતાનો ખોરાક, પોતાનાં કપડાં, પોતાનું ફર્નિચર, પોતાની ગાડી કે પોતાની આખી રહેણીકરણીની ક્વોલિટી આજુ --- -– મનનો મેડિકલેઈમ (૫૭) - -

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110