________________
દુનિયાના તમામ ખાડાઓ કરતા મનના ખાડાની વિલક્ષણતા એ છે કે દુનિયાના તમામ ખાડાઓમાં માટી નાંખીને તેની ભરણી કરવી શક્ય છે. આ મનનો ખાડો એવો છે કે માટી નાંખવાથી તે ક્યારેય પુરાતો નથી, તેનાથી તો તેનું ઊંડાણ વધે છે.'
આજે પૃથ્વીના પટ ઉપર વ્યાપક રીતે એક દશ્ય જોવા મળે છે. મનના ખાડાને ગમે તેમ કરીને પણ પૂરવાના પ્રયત્નો કરતા લોકો અને તે ખાડો ન પુરાય તો તેમાં પોતાની પ્રસન્નતાના પિંડને હોમી દેતા લોકો! જેને પ્રસન્નતાનો મહિમા સમજવો હોય તેણે સંતોષનો મહિમા પહેલા સમજવો પડે. કોઈએ આ અંગે બહુ માર્મિક વાત કરી છેઃ
જીવનના પ્રાંગણમાં પ્રસન્નતાના માણેક સ્તંભ રોપી દેવા માટે પહેલાં તો ખાડો ખોદવો પડે છે. ખાડો ખોદતાં જે રેત, માટી ને ધૂળઢેફા નીકળે છે તે જ વિવિધ વસ્તુ બાબતે આપણા ચિત્તમાં પ્રવર્તતો અસંતોષ.”
જીવનની જરૂરિયાતો સંતોષવાની વાત હજી સમજી શકાય. આગળ વધતા માણસ સગવડવાદી બને છે. પછી તે શોખવાદી બને છે. તેનાથી આગળ જઈને તે “શો ઓફ વાદમાં અટવાય છે. દેખાદેખીને જીવનમાં આજે જેટલું મહત્ત્વ અપાય છે તેટલું કદાય પૂર્વે ક્યારેય અપાયું નહોતું.
સુમનભાઈ દેશમાંથી પહેલીવાર મુંબઈ આવેલા. પોતાના દિકરા શિશિરને ત્યાં ઊતરેલા. શિશિરને એક દીકરો હતો. નામ તેનું મોટુ! માત્ર ચાર વર્ષનો, પણ ભારે ચબરાક. એકલો આવ-જા કરી શકતો. પોતાનું ઘર યાદ રાખવાની તેની ટેક્નિક જબરી હતી. પોતાના એપાર્ટમેન્ટનો દાદરો ચડતાં ચડતાં પાંચમે માળે પહોંચી જાય. કંઈક જોઈને પછી એક દાદરો ઉતરીને બરાબર નીચેના ફ્લેટનો દરવાજો
----– મનનો મેડિકલેઈમ (પ૬)