Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 60
________________ 0 સંતોષ : સમાધિનો સિક્યોરિટી બોન્ડ આપણને મળેલી કાયા અને આપણને મળેલા મનને નજર સામે લાવીને સરખામણી કરવા જઈએ તો બંને વચ્ચે એક ગજબની અસમાનતા જોવા મળે છે. કાયામાંથી જરૂરિયાત પેદા થાય છે અને મનમાંથી ઈચ્છાઓ પ્રગટ થાય છે. જરૂરિયાતો ઘરના છાપરા જેવી છે, તેનો છેડો મળી શકે. ઈચ્છાઓ તો વિરાટ ગગનનું પ્રતિનિધિત્વ કરી રહેલું તત્ત્વ છે. અખૂટ, અમાપ અને અનંત. જરૂરિયાતોના એક છેડે ઉત્પત્તિ છે, બીજે છેડે તૃપ્તિ છે. ઈચ્છાને બંને છેડે ઉત્પત્તિ જ છે. ' - દુનિયાના તમામ માણસોની પેટની ભૂખને પહોંચી શકાય પણ માત્ર એક જ માણસના મનની ભૂખને સંતોષી શકાતી નથી. વિશ્વના તમામ માણસોને ઢાંકવા પૂરતું કાપડતો માત્ર ભારતમાંથી જ મળી શકે, પણ માણસના મનને ઢાંકવા માટે કાપડ કાયમ ઓછું જ પડે. ગમે તેટલી કિંમતી કે મનભાવતી ચીજ હોય, અમુક સ્તરે શરીર ધરાવું જ પડે છે. ગમે તેટલું આપો પણ મનની ધરપત હંમેશા એક ડગલું આગળ જ રહેશે. તૃપ્તિ એ કાયાની ઓળખ છે. અતૃપ્તિ એ મનની ઓળખ છે. . શરીરને જ્યાં તૃપ્તિ થાય છે ત્યાં મનનું માત્ર સેમ્પલ ટેસ્ટિંગ થયું હોય છે. શરીર થાકે છે અને માટે અટકે છે. મન થાકતું નથી અને માટે અટકવાનું નામ પણ લેતું નથી. શરીરની જરૂરિયાત તો ભીખ માંગીને પણ પૂરી કરી શકાચ એટલી જ હોય છે, પણ મનની ભૂખતો લૂંટ ચલાવીને પણ પૂરી કરી શકાતી નથી. બીજી રીતે એમ કહી શકાય કે જરૂરિયાતને છેડે પૂર્ણવિરામ હોઈ શકે છે, પણ ઈચ્છાઓ પછી હંમેશા અલ્પવિરામ જ રહેલો હોય છે. પેટનો ખાડો પૂરી શકાય છે, મનનો ખાડો પૂરી શકાતો નથી. -~~– મનનો મેડિકલેઈમ (૫૫) ~----

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110