Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 48
________________ તેવું લાગે છે.” બીજાએ કહ્યું: ‘ડામ જ દેવડાવવો હોય તો કોઈ ઉંટવૈદું ન કરતાં. તેના નિષ્ણાંત વાળંદ પાસે લઈ જાઓ.' પેલો બાળક તો વાળંદનું નામ-સરનામું જાણીને એકલો જ પહોંચી ગયો. વાળંદકને જઈને ઊભો રહ્યો અને કહે, “મને હાથે ડામ દો.” - વાળંદે સળિયો ગરમ કર્યો. પેલાનો હાથ પકડીને ઊંચો કર્યો. આખો હાથ સૂજી ગયેલો. ગુમડું તો એકદમ લાલચોળ હતું. નાનકડા બાળકના આવા મુલાયમ હાથ પરડામ દેતા પેલા વાળંદનો જીવ ચાલ્યો નહીં. તેણે કહ્યું “છોકરા! ઘરે જઈને ભાજીપાલાને વાટીને તેનો લેપ કરજે. મટી જશે !” પેલો બાળક તો સમજી ગયો કે આ વાળંદ તેની દયા ખાય છે. એક કપડાની મદદથી ધગધગતો લોખંડી સળિયો તેણે હાથમાં લઈને પૂછ્યું : તમે મને જગ્યા બતાવોને, કઈ જગ્યાએ સળિયો અડાડું?' વાળંદ તો આંગળી ચીંધી ચાલતો થયો, પણ પેલાએ તો ગજબ કરી નાંખી. સહજતાથી પેલો ધગધગતો લોખંડી સળિયો તે બાળકે સ્વહસ્તેજ બગલમાં રહેલા ગુમડા પર ચાંપી દીધો. થોડી થોડી વારે તે સળિયાને ફેરવતો રહ્યો. દૂર ઊભેલો વાળંદ તો મોંમાં આંગળા નાંખી ગયો. ભલભલા મરદોના તેમણે ઈલાજ કરેલા અને ત્યારે દરેકને ચીસો પાડતા જોયેલા, પણ આવી બાળ મરદ તેમણે ક્યારેય જોયો ન હતો. કાને હાથ દઈને ઊભેલો વાળંદ તો જાણે માથું ધુણાવતો હતો અને પેલો બાલક તો સામે સ્મિત આપતો હતો. આ બાળક મોટો થઈને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા. લોખંડ તો ખાણમાંથી નીકળે ત્યારથી જ લોખંડ હોયને! સહેજ તાવ આવે અને શરીરમાં કળતર થાય ત્યારે, કે ક્યાંક પડી ગયા પછી કે ભટકાઈ ગયા પછી મૂઢમાર દુખ્યા કરે ત્યારે આવા ઉદારહણોને નજર સામે રાખ્યા હોય તો ! તળિયે ગયેલી સહનશક્તિને ----– મનનો મેડિકલેઈમ (૪૩)

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110