________________
વળવાની તૈયારી કરી રખાય છે. પણ સ્કૂટર ભટકાઈ જતાં હાડકું ભાંગી જાય, ત્યારે કોઈના પર ખટલો ચલાવ્યા વગર જ ખાટલામાં ખિલખિલાટ હસતા રહી શકવાનું આપણું પ્લાનિંગ કેટલું?
કોઈ આતંકવાદી ઝેરી રસાયણો વાપરીને અન્ન કે પાણીના પુરવઠાને માઠી અસર પહોંચાડે તો વળતાં પગલાં લેવાની તૈયારી જો રાખવી પડે તો ક્યારેક રોગ ચરમ સીમાએ વકરે અને ત્યારે કોળિયો ખોરાક કે ચમચી પાણી પણ ગળે ઉતારવું અશક્ય બને. ત્યારે ભોજન અને પાણી વગર પણ મનની માવજત કરી શકવાની આપણી કોઈ તૈયારી ખરી?
આતંકવાદીઓ ક્યારેક આર્થિક કટોકટી સર્જાય તેવા હુમલા કરે તો સરકારે તે માટે સાવચેત રહેવાનું. પણ અંતરાય કર્મનો કાતિલ હુમલો થતા આર્થિક ભીંસ વર્તાય ત્યારે ઓછાથી ચલાવી લેવાની આપણીતાલીમ કેટલી?
આતંકવાદીઓ છેલ્લે જઈને ઝેરી રસાયણો કે જેવિક શસ્ત્રો વાપરે તો ગેસ માસ્ક હાથવગા રાખવા સુધીની તેયારી અમેરિકા કરી રાખે છે. પણ કર્મ છેક છેલ્લી પાયરીએ બેસીને અંતે બેભાન કે કોમાગ્રસ્ત અવસ્થા ઝીંકી દે તો કાંઈ જ ન સાંભળી શકવાની, ન જોઈ શકવાની, ન વિચારી શકવાની, આવી ભયાનક સ્થિતિમાં માત્ર સંસ્કારોની મૂડી પર આખરી જંગ જીતી લેવાની આપણી તૈયારી કેટલી?
વિચારતા એમ લાગે કે પ્રભુ શાસનની મળેલી લગભગ બધી જ આરાધનાઓ એ બીજું કાંઈ જ નથી પણ ક્રાઈસિસ મેનેજમેન્ટનો એક ભવ્ય કોર્સ છે. ચિત્ત પ્રસન્નતા અને સમાધિને અકબંધ રાખીને જીવને અણીના અવસરે બચાવી લેતી તાલીમ જ છે જાણે!
—– મનનો મેડિકલેઈમ (૫૨)
-
-
-
-
-