________________
પરમાત્માને જોતો રહ્યો... અને લગભગ અડધો કલાક સુધી સતત નવકારની એક૨સે ચાલતી રટણામાં મનને પરોવી દીધેલા આ વીર બાળે આંખો મીંચી દીધી.
ઉંમર કે નિર્દોષતાનીશરમ રાખ્યા વગર કર્મોએ કરેલા હુમલાનો ભોગ બનેલા બાળકના મુખ પર હાસ્ય હતું. જાણે આ મૃત્યુ હતું જ નહીં, એ તો હાસ્યનું સ્થિરીકરણ હતું. પરિવારજનોની આંખે અશ્રુબિંદુઓ બાઝી ગયાં. હર્ષ અને શોકની મિશ્ર લાગણીથી ભર્યાં ભર્યાં.
તે પરિવારના સભ્યોએ કરેલા વર્ણન પછી લાગ્યું કે મનને અન્યત્ર વળાંક આપવા માત્રથી સહિષ્ણુતા કેવી ખીલી ઊઠે છે ! બાળકનું મૃત્યુ તો થયું પણ ઘરના શેષ સભ્યોએ એક લાડકવાયો ગુમાવ્યો હતો. તે સહુનું મન પણ ભક્તિની એક ધારામાં ભીંજાયેલું હોવાથી તેમનું દુઃખ પણ ઘણું હળવું બની ગયું હતું. આ વાત સહુએ અનુભવે સ્વીકારી.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા શ્રાવિકા બહેન એક સાથે બે મોટી વ્યાધિથી ગ્રસ્ત બનેલા. લગભગ દશ વર્ષથી શરીરે લકવા અને તેમાં બંને કિડની ફેઈલ ! તેમને સમાધિ અને આશ્વાસન આપવા પધારેલા આચાર્ય ભગવંતે તેમને એક વેધક સવાલ પૂછી લીધો : ‘તમને મરવાના વિચારો આવે છે ખરા ?'
પેરાલિસીસ અને ડાયલિસીસની પીડામાં અટવાચેલો જીવ સામાન્યથી જિંદગીના પ્લૅટફૉર્મ પર મોતની ગાડીની પ્રતીક્ષા જ કરતો હોય છે. મરી નથી શકાતું માટે જિંદગીની સજાને જાણે ભોગવતો હોય છે. આથી આચાર્ય ભગવંત વિશેષ સમાધિ આપવાના હેતુથી તેમની વિચારસરણીને જાણવા માંગતા હતા. અને સીધો જ આવો વેધક સવાલ પૂછી લીધો.
પેલા શ્રાવિકાબહેને હેતુપૂર્વકનો જવાબ આપતાં કહ્યું : ‘મરવાનો વિચાર કરું જ શા માટે ?' જૂના ચિક્કાર કર્મો ખપે છે અને નવા
મનનો મેડિકલેઈમ ૪૭