Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 53
________________ એટલા ખાસ બંધાતા નથી. વાંચન, શ્રવણ, જાપ, સ્વાધ્યાયમાં દિવસો ટૂંકા પડે છે. આવો નફાનો ધંધો તો લાંબો ચાલે તો શું વાંધો ? કદાચ માનવામાં પણ અઘરો લાગે તેવો આ જવાબ છે. પછી તો કોઈએ ખ્યાલ આપ્યો કે છેલ્લાં દસ વર્ષથી આવી પીડાને સહન કરી રહેલા આ બહેન દસ વર્ષથી નિરપવાદપણે રોજ ઉભયટંક પ્રતિક્રમણ ચૂક્યાં નથી. આવી કપરી અવસ્થામાં પણ તેઓ નવપદની વીસ ઓળી કરી શક્યાં હતાં. આશ્ચર્યને જાણે અવિધ ન હોય તેમ આવી કપરી સ્થિતિ દરમિયાન તેમણે ત્રણ માસક્ષમણે કર્યાં હતાં. વિક્રમ સંવત ૨૦૫૪ની એક જ સાલમાં તેમણે બબ્બે વાર માસક્ષમણ કર્યું હતું. અહોભાવથી ગદ્ગદ થયેલા આચાર્ય ભગવંતે વાસક્ષેપ કર્યો ત્યારે કહેઃ ‘હજી એ માસક્ષમણ કરવું છે. આશીર્વાદ આપજો કે થઈ જાય. સત્ત્વ અને સમજણના જોરે માંદગીને એવી તો ભોગવી જાણી કે આશ્વાસન આપવા જનારાઓ પણ આલંબન લઈને પાછા ફરે. વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો ખરો તફાવત અહીં છતો થાય છે. વિજ્ઞાન પૂરી તાકાતથી પીડાને દૂર કરવા કમર કસે છે. ધર્મ પીડાને સહન કરવાનું સામર્થ્ય અર્પે છે. બધા જ શસ્ત્રો હેઠા પડે ત્યારે વિજ્ઞાન છેલ્લે ‘મર્સિ ડેથ' સુધી પહોંચે છે જ્યારે ધર્મ સમાધિ મૃત્યુનો મહિમા કરે છે. દુઃખની સામે ઘૂંટણિયે પડવા કરતા શૌર્યથી તેને સહન કરવામાં મહાનતા છે. શરણાગત કરતાં શહીદનું સ્ટેટસ હંમેશા ઊંચું હોય છે. -------- પ્રોગ્રેડિલેઈઝ xt -----

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110