________________
ઉપર લાવવા માટે પંપની ગરજ સારે એવા આ ઉદાહરણોને આલંબને પીડાને જોવાની ટેક્નિક કેળવી શકાય. આપણે પીડાને ભોગવતા હોઈએ છીએ. જ્ઞાતા અને દ્રષ્ટાને દુઃખ હોતું નથી. ભોક્તા ક્યારેય દુઃખથી બચી શકતો નથી.
(૪) પીડા વખતે મનને અન્યત્ર વળાંક આપવાથી પીડાની પ્રબળતા ઘટે છે
આગળનો રસ્તો બરાબર ન હોય ત્યારે રોડ પર ગાડીએ ડાઈવર્ઝન લેવું પડે છે. પીડા સહન ન થાય ત્યારે અસમાધિની શક્યતા વધી જાય છે. તે વખતે મનને પણ જો અન્યત્ર વળાંક આપી દેવામાં આવે તો પીડાનું સંવેદન એટલું પ્રગાઢ રહેતું નથી. નાનો બાબો જો ચાલતા ચાલતા પડી જાય અને કોઈ જોતું હોય તો જો૨જોરથી રડવા લાગે છે. પણ ત્યારે જો કોઈ જોનાર જ હાજર ન હોય તો તે ઊભો થઈને પાછો ચાલવા લાગે છે. બિલકુલ આવા નાના બાબા જેવી છે આ પીડા. તેના તરફ સતત લક્ષ્ય આપો તો તેનું કલન વધ્યા જ કરે. અને જો તેના તરફ દુર્લક્ષ રાખો તો તે શાંત રહે. આગંતુકને જેટલો આવકાર મળે તેટલું તેનું અવસ્થાન લંબાય. અને અવજ્ઞા લાગે તો વહેલું સંકેલીને રવાના થાય.
આતિથ્યને ઊંચો ધર્મ ગણનારો સુસંસ્કૃત વર્ગ આવા આગંતુકને પ્રેમથી આવકારે. પણ એવું સત્ત્વ ન હોય તો તેના તરફ વધુ ધ્યાન ન આપવાનો બીજો રસ્તો લેવો પડે.
પીડા વખતે વાંચન, જાપ, સમાધિપ્રેરક ગીતો અને સ્તવનોમાં મનને પરોવીદેવાથીવિચારનું એક નવું ભાતું તો મળે જ છે, સાથે મનને એક સારો વળાંક પણ આપી શકાય છે.
મુંબઈના એક પરામાં રહેતા એક કુટુંબે એક બાળકની સમાધિ માટે દાખવેલી જાગૃતિ અને સક્રિયતાએ આ દિશામાં એક આદર્શ પૂરો પાડ્યો છે. માત્ર બાર વર્ષની ઉંમરના તે બાળકને કૅન્સર થયું હતું.
મનનો મેડિકલેઈમ
----
୪୪
9-9-9