________________
એક વિખ્યાત કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હસમુખભાઈ રોજના ક્રમ મુજબ સાંજે ઘરે આવ્યા. દીકરાએ દરવાજો ખોલ્યો. પાકીટ કાઢવા માટે હાથ નાંખ્યો તો પાકીટ હતું જ નહિ. કોઈએ હાથચાલાકી કરી હતી. પત્નીની પણ નજર પડી. અંદર ફાળ પડી...બહાર ચીસ પડી. હસમુખભાઈ તો હસતા હતા. ખિલખિલાટ અને ખડખડાટ... પત્ની તાડૂકી : “પાકીટ ગુમાવ્યું છે ત્યારે તમને હસવું આવે છે?' હસમુખભાઈએ કહ્યું: “જો, તારીખ જો. આજે ચોથી તારીખ છે. ગઈકાલે આ જ પાકીટમાં મહિનાનો પૂરો પગાર હતો. પૂરા છ હજાર રૂપિયા. આજે તો માત્ર ચારસો રૂપિયા જ હતા. નસીબ સાથ આપતું હોય ત્યારે ... ખિસ્સાકાતરુંય ચોઘડિયા ચૂકી જાય છે.”
જો આવી પરિસ્થિતિમાં મુખ હસતું રાખવામાં નામનો પણ કોઈ પ્રભાવ રહેતો હોય તો આપણા સહુના ફઈબાએ પણ આપણું નામ હસમુખ પાડવાની જરૂર હતી એમ લાગે છે.
અહીં એ વિચારો કે પાકીટ જવા છતાં કયા વિચારે સ્વસ્થતા રહી શકી? આના કરતાં પણ વધુ મોટું નુકસાન થઈ શક્યું હોત? હાથમાં સોય લાગે તો પીડા ચોક્કસપણે થશે જ પણ શૂળીની સજા સોયથી પતી જતી લાગે ત્યારે તે પીડા કાંઈ જ નથી લાગતી.
શરીર કોઈ રોગથી ઘેરાય તે કમનસીબી ખરી પણ તે રોગની ચિકિત્સ થઈ શકે તેવા સંયોગો મળે, અને બીજાઓ સેવા કરનારા મળે તેટલા અંશમાં નસીબની બલિહારી નહીં? અત્યંત દરિદ્ર અવસ્થા અને નિરાધાર અવસ્થામાં આવો રોગ ઝીંકાયો હોત તો શું થાત? આ વિચારણા રોગની પીડાને હળવી ચોક્કસ બનાવી દે.
ઘરમાં આર્થિક સંકડામણ હોવાથી ઘરખર્ચ પણ વિચારીને કરવો પડે તેવી સ્થિતિમાં વધારો કરતાં સાથે માંદગી પણ ઝીંકાઈ હોત
----
– મનનો મેડિકલેઈમ (૪૦)
-
-
-
-
-