________________
1 તો સહેવું બને સહેલું
શ્રમણ ભગવાન મહાવીર એટલે સહિષ્ણુતાની મૂર્તિ અને સમતામૂર્તિ! તેઓશ્રીના સાધનાકાળનું રોમાંચક વર્ણન આગમગ્રંથોમાં મળે છે. બિહાર પ્રદેશ એ તેઓની વિચરણ ભૂમિ હતી. વનવગડા જેવા વિસ્તારોમાં રહેલા કોઈ જીર્ણ મંદિરમાં પ્રભુ કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહેતા. શિયાળુ રાતની કાતિલ ઠંડી જ્યારે ભલભલાના ગાત્રો થીજવી દે ત્યારે ધ્યાનમાં સ્થિરતા શી રીતે રહે અને હાડમાં પેસી જાય તેવી ઠંડી સહન શી રીતે થઈ શકે?
ઠંડી જ્યારે શરીર માટે સહનાતીત બને ત્યારે પ્રભુ જીર્ણમંદિરના બહારના ખુલ્લા ભાગમાં આવી જતા. સુસવાટા કરતો ઠંડોગાર પવન શરીર સાથે અથડાય. થોડો સમય આવી કાતિલ ઠંડીમાં ઊભા રહીને પછી પ્રભુ અંદર જતા રહેતા. અંદરના ભાગની ઠંડી હવે ઓછી જણાતા શરીર ધ્યાનાદિમાં સ્થિર રહી શકે.
કષ્ટો વચ્ચે શરીરને સેટ કરવા માટેની અદ્ભુત ટેક્નિક આમાં છુપાયેલી છે. શરીર ખરે જ ગધેડા જેવું છે. ગધેડા પર અધિક ભાર મૂકી દઈને પછી થોડોક ભાર ઓછો કરી દેવામાં આવે તો થોડી હળવાશ” થવાથી ગધેડો સીધો ચાલવા માંડે છે. | સામે ચાલીને કષ્ટો સ્વીકારવાનું કૌવત ભલે ન હોય પણ આવી પડેલા કષ્ટોને મર્દાનગીથી સ્વીકારવાનું શૌર્ય કેળવવા માટે ચાર ઉપાયો અજમાવી શકાય. (૧) પોતાને આના કરતાં પણ અધિક દુઃખ આવી શક્યું હોત... એવો વિચાર કરવાથી જે દુઃખ આવ્યું હોય તે અલ્પ લાગે?
------– મનનો મેડિકલેઈમ (૩૯)
-
-
-
-