________________
આ પીડાને દૂર કરવા માટેનો એક જ ઉપાય હતો કે જ્ઞાનતંતુઓને શાંત કરી નાંખવામાં આવે અથવા તો પછી મગજ સાથેનું તેનું જોડાણ કાપી નાંખવામાં આવે. અને તે પ્રમાણે કર્યા પછી સેનિકને રાહત થઈ.
બસ, આવી જ કોઈ સમસ્યા આપણા જીવની છે. આપણા શરીર સાથે આપણા આત્માનું જોડાણ થયેલું છે. તેથી શરીરને જે કાંઈ પણ થાય છે તેની ખબર મન દ્વારા તત્કાળ આત્માને પહોંચે છે. અને તેના કારણે આપણને દુઃખનું સંવેદન થયા કરે છે.
વાસ્તવમાં, આપણે આપણા શરીરથી અલગ છીએ, તેમ છતાં પણ વર્ષોના સહવાસથી આપણે જાણે કે શરીરમય થઈ ગયા છીએ. શરીરમાં વસીએ છીએ. આ વસવાટ સાતત્યપૂર્ણ અને નેકટ્યપૂર્ણ હોવાથી બે વચ્ચેની જુદાઈ પરખી શકાતી નથી. દેહાત્મ ભેદજ્ઞાન એક એવું ઈંજેક્શન છે જે મનના સ્તરે આ જોડાણ કાપી નાંખે છે. પછી શરીરમાં થતી પીડા એટલે બાજુવાળાની પીડા.
બાજુવાળાની પીડા જોઈને બહુ દયા ઊભરાઈ જાય તો સારો પાડોશી ધર્મ બજાવવાની રૂએ કંઈક ઈલાજ પણ કરાવી લઈએ, તે જુદી વાત. પણ દેહ અને આત્મા વચ્ચેનું જોડાણ અસરકારી બનતું નથી અને તેથી પીડાની અનુભૂતિ ઘણી મંદ થઈ જાય છે.
આ વાતને ઉદારહણથી સમજીએ : ધારી લો કે ચેતને નીતિનનો નંબર ડાયલ કર્યો, છતાં સંપર્ક ન થયો. વારંવાર નંબર જોડવા છતાં સંપર્ક સાધી શકાતો નથી, કારણ કે નીતિનની લાઈન બીઝી છે. તે ડિસ્કનેક્ટ થયા પછી જ સંપર્ક થાય. આ ટેલિફોનિક ટેક્નૉલોજીને મનના સ્તર પર ઉતારવાની જરૂર છે.
દેહપીડા વખતે સુંદર વાંચન, શ્રવણ, ચિંતન જેવી કોઈ ચીજમાં મનને જોડી દેવું જોઈએ. પછી દેહપીડાની મન ઉપર કોઈ અસર પડતી
------– મનનો મેડિકલેઈમ (૩૭)