Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 33
________________ T માંદગી : ખભાનો જમણવાર રામકૃષ્ણ પરમહંસ જીવનના અંતિમ તબક્કામાં કેન્સરના ભયાનક રોગથી ઘેરાઈ ગયા હતા. જો કે સ્વયં તો મહાન સાધક હોવાથી દેહની આ દુર્દશા પ્રત્યે બેદરકાર હતા. પરંતુ આ રોગ નજરે નિહાળનાર વ્યક્તિઓથી તે સ્થિતિ જોવાતી ન હતી. તેથી તેમણે રામકૃષ્ણને પ્રશ્ન કર્યો કે : “આટલી ભયાનક વેદના વચ્ચે જીવન લંબાયા કરે છે તો આમ ને આમ ક્યાં સુધી સહન કરશો?' રામકૃષ્ણ જે ઉત્તર આપ્યો તે ખરેખર દુઃખને બહુ મહત્ત્વ ન આપવાની વિચારણાને પુરસ્કૃત કરે તેવો હતો. તેમણે કહ્યું: “ભેંસના શિંગડા ઉપર રહેલી ફૂલની માળા રહે કે પડે એનાથી ભેંસને કોઈ ફરક પડતો નથી. શરીરમાં રોગ રહે કે જાય, મને આનાથી કાંઈ ફરક પડતો નથી.' આ જવાબને વાગોળવાની જરૂર છે. ભારે ચબરાકિયો છે આ જવાબ. આમાંથી શરીર તરફનો અને રોગ તરફનો દૃષ્ટિકોણ કેળવવાની દિશા મળે છે. આ જવાબમાં બે વાતો થઈ. શરીરરને શિંગડું માનવાનું અને રોગને ફૂલની માળા માનવાની. આ સરખામણી બહુ બુદ્ધિપૂર્વકની લાગે છે. આ જ લગી શરીર ખાતર આપણે જેટલી નિષ્ઠા દાખવી છે, એટલી જો આત્મા ખાતર દાખવી હોત તો કદાચ દશ-વીશ ભવો પુર્વે જ આપણો મોક્ષ થઈ ચૂક્યો હોત. આ જલગીરોગ પ્રત્યે જેવી નફરત રાખી છે, તેવી જો રાગ પ્રત્યે અને બીજા દોષો પ્રત્યે રાખી હોત તો પણ આપણો સંસાર આજ સુધી લંબાયો ન જ હોત. શરીર પ્રત્યે સત્કારની દૃષ્ટિ અને રોગ પ્રત્યે તિરસ્કારની દૃષ્ટિ. આ બંને આપણા બહુ જૂના દૃષ્ટિકોણ છે. આ ગલતી થવાથી શરીરને સાધન તરીકે સાચવવાને બદલે પછી તો રીતસરની શરીરની જ સાધના થવા લાગી. આના કારણે દેહમમતા વધુ ગાઢ થતી ગઈ. બીજી તરફ રોગ શરીરને પીડાકારી હોવાથી રોગ પ્રત્યે પહેલેથી અણગમો રહેતો આવ્યો -- – મનનો મેડિકલેઈમ (૨૮)

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110