________________
છે. આ બધું આ ભવ પૂરતું જ અને તેમાં પણ જે યાદ આવે તેટલું જ. સ્મૃતિ બહારનું અને આ ભવપૂર્વેનું તો જુદું ! હવે થી સ્ટેજનું કેન્સર થાય કે બંને કિડની ફેઈલ થઈ જાય! મેં આપેલા દર્દીની સામે મને આવેલું દર્દ સાવ મામૂલી છે. કરેલાં કર્મોથી મેલા થયેલા આતમના ચીરને પસ્તાવાની પાવન સરિતામાં પખાળીને ચોખ્ખું કરવાની તક અને સૂઝ બંને માંદગી વખતે મળી રહે છે. કરેલાં પાપો તરફ પસ્તાવાની નજરે જોવાની આવી તક આપતી માંદગી તો એક વરદાન છે.
મોટાં મોટાં કામો કરી શકવાની ડંફાસો મારનારા આપણને એક નાની સરખી માંદગી પણ જો વિહ્વળ બનાવી જતી હોય તો આપણી સહનશક્તિ અંગે સચિંત થવાની જરૂર છે. આપણી સમાધિનો અંદાજ આપણી સહનશક્તિ પર હોય છે. અને આપણી સહનશક્તિનો અંદાજ આપણી માંદગી વખતે જ નીકળી જતો હોય છે.
એક નાનકડી ફોલ્લી થતાં કે માત્ર એક ચીરો પડતા જો તેની બળતરા. અસહ્ય જણાતી હોય, આવી જતા તાવ વખતે શરીર કરતાં મગજનું તાપમાન જો વધારે ઊંચું રહેતું હોય, મેલેરિયા, લૂ, ટાઈફોઈડ કે ન્યૂમોનિયા શરીરની સાથે મન પર સવાર થઈ જતો હોય તો આવી શકનારી મોટી દેહપીડા વખતે ટકી શકવાની આપણી ક્ષમતા અંગેનો રિપોર્ટ હાથમાં આવી ગયો સમજો.
સામાન્ય માંદગી વખતે પણ આપણી એક લાક્ષણિક શૈલી બરાબરની વર્તાય છે. આપણી ખબર કાઢવા જે આવે તેની સામે એકધારું માંદગીનું ને પીડાનું વર્ણન જ કરતા રહીએ છીએ. આવનારો માણસ કેમ છે?' એટલું પૂછે તેની જ જાણે રાહ જોતા હતા. સાજા થઈ ગયા પછી પણ વીતી ગયેલી માંદગી, ભોગવેલી પીડા અને કેટલું સહન કર્યું?
---– મનનો મેડિકલેઈમ (૨૧)
-
-
-
-