________________
મુક્ત થવાની એક તક આપતીમાંદગીતો એક વરદાન છે.
શરીરથી જેમ શર્ટ ભિન્ન છે તેમ ‘આત્માથી શરીર ભિન્ન છે’ તેવું આજ સુધી અનેકવાર સાંભળ્યું છે. દેહાત્મભેદવાદ એ તો માત્ર થિયરી છે. માંદગી તે થિયરીનું પ્રેક્ટિકલ છે. લગભગ છત્રીસ હજા૨ બલ્બ ફોડ્યા પછી બલ્બની શોધ કરનારા વૈજ્ઞાનિક એડિસનની સિદ્ધિને બિરદાવતા કો’કે લખેલું (કે કહેલું) : ‘છત્રીસ હજા૨ નિષ્ફળતાઓ બાદ એડિસનને સફળતા મળી.' એડિસને આની સામે વાંધો રજૂ કર્યો. પરિણામની અવજ્ઞા ન કરાય તેમ પુરુષાર્થની પણ અવજ્ઞા ન કરાય. મારા દરેક પ્રયોગો મને ક્રમશઃ સિદ્ધિની નિકટ લઈ જનારા હોવાથીમારો પ્રત્યેક પ્રયાસ સફળ જ હતો. મને દરેક પ્રયાસમાંથી કંઈક તો મળ્યું જ છે. લોકોને છેલ્લે મળ્યું તેથી તેમને મન મારો છેલ્લો પ્રયાસ જ સફળ હોય તે જુદી વાત છે, પણ મારે મન મારો પ્રત્યેક પ્રયાસ ઘણો કિંમતી હતો.’
દેહ અને આત્મા વચ્ચેના ભેદની પ્રતીતિ તો ખૂબ દુર્લભ ચીજ છે, પણ માંદગી એ તે માટેનો એક પ્રયાસ જ છે. બની શકે કે આવા અનેક નિષ્ફળ પ્રયાસો બાદ જ (એડિસનની જેમ) પ્રકાશ મળે. પણ પ્રત્યેક પ્રયાસને સિદ્ધિ તરફની આગેકૂચનો દરજ્જો તો આપવો જ છે. આ રીતે વિચારીએ તો દેહાત્મભેદવાદની પ્રતીતિ ક૨વા માટેની સુંદ૨તક આપતી માંદગીતો એક વરદાન છે.
માંદગી અચાનક આવી પડે છે અને કરી રાખેલું કેટલું ય પ્લાનિંગ ખો૨વીનાંખે છે. રજાના દિવસો કોઈ ખાસ પ્રવાસ માટે ફાળવી રાખેલા હોય તે પથારીને ફાળે આપી દેવા પડે. કોઈ ખાસ પ્રસંગ કે પ્રયોજન માટે કરી રાખેલી બચત દવાની પાછળ ઘસડાઈ જતી જોવી પડે.
-0-0-0-0
મનનો મેડિકલેઈમ
૨૫
-------