________________
સમજાવી શકાય. નવી પેઢી માત્ર નસીબવાદી ન બને તે રીતે તેને પુરુષાર્થવાદનો પાઠ પણ આપી શકાય. ઘરની ત્રીજી પેઢીને નાનપણથી ઉત્તમ સંસ્કાર સિંચન કરીને તેમના ઉજ્વળ ભવિષ્યનો મજબૂત પાયો ચણી શકાય.
અલબત્ત, નવી પેઢીને શિખામણ, સલાહ કે સૂચન આપતી વખતે કોમર્સની ડિમાન્ડ એન્ડ સપ્લાયની થિયરીને અવશ્ય ખ્યાલમાં રાખવી જરૂરી. જેથી ટકોર અને ટકટક વચ્ચેનો ભેદ જળવાઈ રહે અને પોતાની ચિત્ત સમાધિની સામે પણ કોઈ આંચ ઊભી ન થાય. આ રીતે જોઈએ તો વૃદ્ધાવસ્થા એટલે પરાર્થકરણ માટેનું એક મજબૂત પ્લેટફોર્મ . ગણાય.
જિંદગીભર જે કર્યું છે તે કરવાનો અવકાશ પૂર્ણ થાય અને વ્યસ્ત જીવનમાં જે કર્યું નહોતું તે કરવા માટેનો પૂર્ણ અવકાશ મળી રહે એવી ભવ્ય અવસ્થાનું નામ છે વૃદ્ધાવસ્થા. પ્રવૃત્તિકાળની જંજાળ, રઝળપાટ, ભાગદોડ ને જવાબદારીઓના બોજ તળે અગત્યની કેટલીય કાર્યવાહી, જે અટકી પડી હતી, તેના માટે જાણે ફ્રી લેન્ડ મળી રહે તેવું મોકળું મેદાન એટલે વૃદ્ધાવસ્થા. સદ્વાંચન, સત્સંગ, સશ્રવણ અને કેટલાંય સત્કાર્યો, કે જે પ્રવૃત્તિકાળની અતિવ્યસ્તતાના કારણે થઈ શક્યા નહોતા તે સઘળાય મનોગત શુભભાવોને સાકાર કરવાની સ્વર્ણિમ તક એટલે વૃદ્ધાવસ્થા.
મુંબઈમાં મોતીનો વેપાર કરનારા શાંતિચંદ ઝવેરીએ લગભગ પંચાવન વર્ષની વયે બધો કારભાર દીકરાઓને સોંપી દઈને જીવનસંધ્યાને સાધનાના રંગે રંગી દેવાના દઢ નિર્ધાર સાથે દીક્ષાગ્રહણ કહી હતી. સાવરકુંડલા મુકામે ગુરુદેવ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના તેઓ શિષ્ય બન્યા. નામ પડ્યું મુનિરાજ શ્રી શોભનવિજયજી મહારાજ.
------– મનનો મેડિકલેઈમ (૮)