________________
મુંબઈ સાયન ખાતે ચાતુર્માસ હતું. ત્યારે વ્યાખ્યાનમાં રોજ એક વૃદ્ધને ખૂબ જ રસપૂર્વક સાંભળતાં જોયા. સાંભળે.. નોંધે... વાંચે. વિચારે... ને કંઈક પામે પણ ખરા. ઉંમર હસે સિત્તે૨ ઉપ૨ની. નામ હતું ઈશ્વરભાઈ. નિવૃત્ત જીવનનો ભાગ્યે જ કોઈ ઉઠાવતું હશે તેવો ફાયદો તે ઉઠાવે. સત્સંગ અને શ્રવણ ઉપ૨ાંત વાંચનનો અદ્ભુત રસ કેળવેલો. જે તેમના નિવૃત્ત જીવનને રસાળ બનાવવામાં મદદ કરતો. વાંચન અને વ્યસન શબ્દો જાણે તેમના માટે પર્યાયવાચી લાગે. રોજના પાંચથી છ કલાક વાંચનમાં ગાળે.
વાંચન દરમિયાન વિશેષ જે વાતો જાણવા મળે, તે જેને આપવાથી લાભ થશે એવું લાગે તેને ખાસ પહોંચતી કરે અને એટલાં પાનાં વાંચવા ખાસ ભલામણ પણ કરે. ઘરની અંદર બે કબાટ ભરીને કરેલો સાત્ત્વિક પુસ્તક સંગ્રહ બતાવીને મને કહેતા : ‘આ બધા મારા પરમ મિત્રો છે. તેમણે મને ઘણું શીખવ્યું છે.’
વૃદ્ધાવસ્થા એટલે કાંઈ જ ન કરી શકવાની અવસ્થા, આ એક ભ્રમણા છે. વાસ્તવમાં તો વૃદ્ધાવસ્થા એટલે જે અત્યાર સુધી થઈ નહોતું શક્યું તેવાં દુષ્કર કાર્યો સાધી શકવાની સમર્થ અવસ્થા. આજે વૃદ્ધાવસ્થા એટલે રોદણાં ને રૂસણાનું જાણે મિશ્રણ લાગે છે. તેનું કારણ એ છે કે શરીરની દશા બદલાયા પછી પણ માણસ પોતાની મનોદશા બદલવા તૈયાર થતો નથી. શંકરાચાર્યે ચર્પટ મંજરીમાં આવી મનોદશાનું હૂબહૂ વર્ણન કર્યું છે ઃ
अंगं गलितं पलितं मुण्डं,
दशनविहीनं जातं तुण्डम् ।
वृद्धो याति गृहीत्वा दण्डं, तदपि न मुंचत्याशापिण्डम् ।
-0-0-0-0
મનનો મેડિકલેઈમ ૧૦
0-0-0-0