________________
શરીરે વળિયા પડે ને માથે પળિયા પડે, બહાર દાંતો પડેને હાથે લાકડી જડે, કાને ધાકો પડે, પગે થાકો ચડે,
આંખો ઝાંખી પડે, ન આશાપાંખી પડે. જૈનાચાર્ય કૃત સંસ્કૃત રચનાના પદ્યાનુવાદ સમા રત્નાકર પચ્ચીસીમાં પણ આવી મનોદશાનું વર્ણન છેઃ
આયુષ્યઘટતું જાયતો પણ પાપબુદ્ધિનવ ઘટે આશા જીવનની જાય પણ વિષયાભિલાષાનવ મટે. ઔષધવિશે કરું યત્ન પણ હુંધર્મને તો નવગણું બની મોહમાં મસ્તાન હુંપાયાવિનાનાઘર ચણું.
ઘડપણ અળખામણું શા માટે લાગે છે? શક્તિ ખૂટે છે માટે? કે ભોગ છૂટે છે માટે? માણસે જાતને પૂછવા જેવો આ રૂપિયા એક કરોડનો સવાલ છે. નાવિકે પવન પ્રમાણે શઢને ફેરવવાનો હોય છે તેમ દરેક ભાવિકે સંયોગો પ્રમાણે મનને દિશા આપવાની હોય છે. પણ કરુણતા એ છે કે માણસ ઉંમરલાયક થયા પછી પણ લાયક થઈ શકતો નથી.
મધ્યાહુનનો સૂરજ પ્રચંડ તેજથી કેવો તપતો હોય છે. તેની સરખામણીમાં ઉદયાચલનો સૂરજ અને અસ્તાચલનો સૂરજ બંને શાંત લાગે. ઉદયાચલનો સૂરજ અનુભવના અભાવે શાંત હોય છે અને અસ્વચલનો સૂરજ અનુભવના પ્રતાપે શાંત પડે છે. જેવું સૂરજનું છે તેવું જ વ્યક્તિ માટે પણ છે. બહુ નાની ઉંમરે ભોગ ન શોભે, તેમ મોટી ઉંમરે પણ ભાગદોડકે ભોગદોડન જ શોભે.
અમુક ઉંમર પછી માણસો શ્વેત વસ્ત્ર પહેરતા. શ્વેત વર્ણ સાદગી, શાંતિ અને વિરામનો સૂચક છે. ભાણામાં સફેદ ભાત આવે એટલે સમજવાનું કે હવે ભોજન વિરામ! બે રાજવીઓ વચ્ચે ચાલતી લડાઈમાં સફેદ ધજા ફરકાવવામાં આવે એટલે સમજવાનું કે હવે યુદ્ધવિરામ! તેમ માથા પર સફેદ વાળ આવતાં જ સમજી લેવું જોઈએ કે હવે ભોગ વિરામ!
-- —– મનનો મેડિકલેઈમ (૧૧)