Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 17
________________ સફેદ વાળને જોઈને ત્યાગના માર્ગે વળી જવાની વાતો હવે ભૂતકાળ બની ગઈ છે. હવે તો હેરડાય૨ ઝિંદાબાદ! યુવાન દેખાવું ગમે તે આંતરિક અતૃપ્ત ભોગલાલસાનું સૂચન છે. ‘ફોર ધી યંગ વન્સ' નામનું પુસ્તક જો બહાર પડે તો ચાલીસી વટાવી ચૂકેલા પણ સ્ટોલ ૫૨ વીંટળાઈ વળે. ઘડપણ અંગેનું ગાઈડન્સ તો વનમાં પ્રવેશી ચૂકેલાને પણ ખપતું નથી. એમ લાગે કે હજી તો ઘણીવાર છે. કવિ કાલિદાસે રઘુવંશ કાવ્યના પ્રથમ સર્ગના પ્રારંભિક શ્લોકોમાં જ રઘુના વંશનું સુંદર વર્ણન કર્યું છે. રાજા રઘુના વંશ માટે કાલિદાસે પ્રયોજેલા વિશેષણોમાં વૃદ્ધત્વની આખી કાર્યસૂચિ જાણે કે આપીદીધી છે. જેમના રાજ્યના સીમાડાઓ છેક દરિયાને અડતા હતા (આલમુદ્રક્ષિતીજ્ઞાનાં) એવા રાજવીઓ છેલ્લે શું કરતા હતા ? (વાર્થ→ મુનિવૃત્તીનાં, ચોળેનાને તનુત્યનામ્) વૃદ્ધત્વમાં મુનિવૃત્તિને સ્વીકારીને સાધના દ્વારા વૃદ્ધત્વને સફળ બનાવીને શરીરને છોડી દેતા.’ યોગ દ્વારા દેહત્યાગને બદલે આજે ભોગ૨સ દ્વારા કે રોગ દ્વારા દેહત્યાગ થાય છે. એક સર્વેક્ષણ મુજબ ટેલિવિઝનના ખરા પૂજારીઓ પ્રૌઢાવસ્થા પછીની અવસ્થામાં વર્તતા હોય છે. આવા લોકોના ટેલિવિઝનને અપાતા કલાકોમાંથી અડધો સમય પણ જો તત્ત્વજ્ઞાનને ફાળે આપી શકાય તો વૃદ્ધત્વ કેવું સમૃદ્ધ અને સુદૃઢ બની શકે! મોત જેવો ભીષણ શત્રુ જ્યારે ગમે ત્યારે ત્રાટકવાના એંધાણ હોય ત્યારે કોની શરણાગતિ શ્રેયસ્કર ગણાય ? ટેલિવિઝનની કે તત્ત્વજ્ઞાનની? અમુક સમયથી વધુ સમય સુધી થાળી પર બેઠા રહેવું શોભે નહીં, આ વાત માણસ સમજે છે. આ વાત માત્ર ભોજન 0-0-0 મનનો મેડિકલેઈમ ૧૨

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110