Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 20
________________ તે શ્રાવક રોજના દસથી બારસામાયિક કરતા. ખૂબી તો એ હતી કે તેમને કાને બિલકુલ સંભળાતું નહોતુ. મેં એક વાર લખીને પૂછેલું : “કાનના કારણે તકલીફ થતી હશે, કેમ?' તે વખતે તેમણે આપેલો જવાબ આજે દશ વર્ષેય યાદ છે. “ઓછું સંભળાય તેમાં મને કોઈ તકલીફ નથી, તકલીફ તો બીજાને થાય છે.” થોડુંક હસીને પછી સ્પષ્ટતા કરતાં કહ્યું : “જુઓ, સાહેબજી! આ કાન આડા ફાટ્યા તેમાં નકામું સાંભળવાનું અને તે સાંભળ્યા પછી નકામું વિચારવાનું બધું બંધ થઈ ગયું. કોઈ કામની વાત હોય તો તે વાત મને જણાવવા માટે તો બીજાઓ જ પૂરતો પ્રયાસ કરે છે. એટલે બહેરાશના કારણે મારી તકલીફ ઘટી, લોકોની વધી.” કાનની તકલીફને લેશમાત્ર પણ કાને ધર્યા વગર આખો દિવસ બેઠા બેઠા વાંચન અને ધર્મક્રિયામાં દિવસો પસાર કરતા આ જાદવજીભાઈ પૂરા બાર વર્ષથી તો એક ધારા આ જ રૂટિનમાં પરોવાયા છે. “ઘરમાં મારું કોઈ સાંભળતું નથી.”.“હવે મારું કાંઈ ચાલતું નથી.” ... ‘કોઈ મારી સામે જોતું નથી.”. “કોઈને મારી પાસે બેસવાની ફુરસદ નથી.' આવાં કોઈ વાક્યો આ જાદવજીભાઈના મોઢે ક્યારેય સાંભળવા ન મળે. કોઈકે બહુ સાચું કહ્યું છે તમારું કુટુંબ તમારી અંદર વસે છે. જેનાગમ આચારાંગસૂત્રમાં કહ્યું છેઃ पुरिसा! तुममेव तुम मित्तं, किं बहियामित्तमिच्छसि। ભઈલા!તું જ તારો મિત્ર થઈ જાને ! ભોગરસિક માણસ યોવનને ભોગવી લેવાની લ્હાયમાં યુવાનીમાં જ ઘડપણ નોંતરી બેસે છે ને અકાળે રોગગ્રસ્ત બનીને રીતસરનો ઢસડાય છે. જેને યોગરસિકતા કેળવતા આવડે તે તો ઘડપણને પણ ભોગવી જાણે છે. ---– મનનો મેડિકલેઈમ (૧૫)

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110