________________
અતીન્દ્રિયના રસ્તે ચાલ.” વૃદ્ધાવસ્થા અંગેની કમાલની કેમિસ્ટ્રી તે વખતે જાણવા મળી.
વૃદ્ધાવસ્થાની વ્યાખ્યા આપણે શું કરશું? આંખે ઝાંખપ, કાને ધાક, નાકે લીંટ અને પગમાં થાક. આપણી માન્યતા પ્રમાણે વૃદ્ધાવસ્થા એટલે કમજોરી અને લાચારીનો સરવાળો માત્ર. કાંઈ જન થઈ શકે એવી અવસ્થા એટલે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થાનું આમાં અપમાન છે.
વૃદ્ધત્વ તો એક એવો મહાવૈભવ છે, જે ક્યારેય કોઈને ઉતાવળે મળતો નથી. જીવનના પગથારે ઓછામાં ઓછા છે દાયકાની મજલ કાપ્યા પછી જ મળી શકનારા આ કષ્ટસાધ્ય મહાનિધાનને આમ ઉતારી ન પડાય. વૃદ્ધાવસ્થાને કંઈક વિધેયાત્મક દૃષ્ટિકોણથી જોતાં શીખવું જોઈએ. વૃદ્ધાવસ્થા એટલે માત્ર વયોવૃદ્ધિ ન સમજતા. સાથે અનુભવવૃદ્ધિ પણ હોય છે. અનુભવ સમૃદ્ધ કોઈ વૃદ્ધને ડોસલો કહીને ઉતારી પાડતાં પહેલાં સત્તર વાર વિચારજો. કારણ કે અનુભવ એક બહુ મોટી જણસ છે. અનુભવને દાઢીની ઉપમા આપી શકાય. ઉંમરવધ્યા વગરદાઢી ક્યારેય વધતી નથી.
વૃદ્ધાવસ્થામાં શું કરી શકાય?” વાળાને પૂછવું જોઈએ કે વૃદ્ધાવસ્થામાં શું ન કરી શકાય? ઘણા ખેલાડીઓ નિવૃત્તિ બાદ કોચિંગ ક્ષેત્રે યોગદાન આપતાં હોય છે. આ રીતે માણસ પણ પોતાના વીતેલાં વર્ષોમાં બનેલા બનાવો, તેના ઉપરથી મળેલા ધડા, નવી પેઢીને શું આપી ન શકે? પ્રવૃત્તિકાળ પછી વિનિયોગકાળ આવે છે એ તો શાસ્ત્રસિદ્ધ ક્રમ છે.
ક્યારેક પોતે કરેલા આંધળુક્રિયા સાહસ કેવા ભારે પડ્યા હતા તેનો સ્વાનુભવ કહીને નવી પેઢીને સચેત કરી શકાય. પોતે બધું ગણતરીપૂર્વક ગોઠવીને કર્યું હોવા છતાં નસીબના વાંકે જ્યારે માર પડ્યો હોય તેવો કોઈ સ્વાનુભવ કહીને નવી પેઢીને પ્રારબ્ધનો મહિમા
-----– મનનો મેડિકલેઈમ (૭)-
---