Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 10
________________ છોડ ઉપર ખીલે છે ગુલાબ પણ વાતાવરણમાં પ્રસરે છે સુવાસ. મુખપર મુસ્કાન ખીલે ત્યારે લગભગવાતાવરણમાં હળવાશ ફેલાય છે. | ધરતીકંપના કારણે ઈમારતોને જોખમ ઊભું ન થાય તે માટે તેના પાયામાં બેરિંગ (સ્લાઈડર બોલ) જેવાં સાધનો વપરાય છે. આના કારણે કંપ વખતે મકાન સહેજ ઝૂમે પણ પડે નહીં. મનને પણ આ રીતે કેળવણી આપીને સ્ટેબિલિટી આપવી જરૂરી છે. મનને એવું સજાવીએ કે આપણા મનને નજર સામે રાખીને કોઈ નિબંધ લખે તો તેનું મથાળું આવું રાખી શકાયઃ “મન તો લીલુંછમ.” અનેકવિધ આપત્તિઓ એક સાથે ત્રાટકવાથી હારીને હતાશ થયેલા એક ભાઈએ જીવન ટૂંકાવી દેવાનો નિર્ણય કર્યો. તે નિર્ણયને અમલમાં મૂકવાની યોજના તેમણે ઘડી કાઢી. શહેરના મધ્યભાગમાંથી પસાર થતી રેલવે લાઈન પર જઈ ટ્રેન નીચે પડતું મૂકવાના દઢ નિરધાર સાથે તે ઘરેથી નીકળ્યા. શહેરના એક મુખ્ય માર્ગ પર દોઢ બે કિલોમીટર ચાલીને રેલવે ટ્રેક પર તેમને પહોંચવાનું હતું. - ઘરેથી નિકળતા તેમણે આત્મહત્યાના પોતાના આ સંકલ્પમાં એક છૂટ રાખી રેલવે ટ્રેક સુધીના રસ્તામાં જે કોઈ રાહદારીઓ મળે, તેમાંથી જો કોઈ વ્યક્તિના મુખ પર એવું સુંદર સ્મિત મને દેખાય કે જે, તેની મનોગત પારાવર પ્રસન્નતાની ચાડી ખાતું હોય તો જરૂરતે સ્મિત મારી તૂટી ગયેલી જીવન આસ્થાને સાંધી આપશે. આવું સ્મિત જોવા મળે તો આપઘાતનો નિર્ણય માંડી વાળીને હું ઘરે પાછો ફરીશ. તે ભાઈનું પછી શું થયું તે આપણે ભૂલી જઈએ અને આપણી જાતને એક પ્રશ્ન પૂછીએ તે ભાઈને રસ્તામાં જો હું મળ્યો હોત તો તેમની જીવનશ્રદ્ધાને પુનર્જીવિત કરવાનું નિમિત્ત હું બની શક્યો હોત ખરો? આ પ્રશ્નના જવાબમાં કદાય આપણી આખી જિંદગીનો સીટી સ્કેન રિપોર્ટ આપણા હાથમાં આવી જશે. -- – મનનો મેડિકલેઈમ (૫)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 110