Book Title: Manno Mediclaim Author(s): Udayvallabhvijay Publisher: Pragna Prabodh Parivar View full book textPage 9
________________ ૠષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તીને જીવનમાં ક્યારેય રડવાનો પ્રસંગ આવ્યો નહોતો. પ્રભુના નિર્વાણ બાદ અંદરનો ભરાયેલો ડૂમો બહા૨લાવવા ભરતને ઈન્દ્રે રડતાં શીખવાડ્યું હતું. આજે માણસને હસવાનીતાલીમ આપવીપડશે કે શું ? હાસ્યની ભૂગોળ પણ કેવી ધારદાર છે. દેખાવમાં નમણું ને નજાકત પણ સહેજ વળાંક લેતી આકૃતિ. ગાલ ૫૨ ઉપસેલ જાણે તલવાર જોઈ લો. સ્મિતની નજાકત અને કરામતનો ખરો પરિચય કરાવતું એક મજેદાર વાક્ય છે : A smile is a curve, that sets everything straight. જે ગાલ પર એક મીઠી લકીર ઉપસાવી નથી શકતો તેના કપાળે ત્રણ લકીરો આકા૨લઈ લે છે. માણસના મુખ પર હાસ્ય હોય એટલે ઘણું કરીને તેના મનમાં પ્રસન્નતા હોવાનો ખ્યાલ આવે છે. સ્ટુડિયોમાં ફોટોગ્રાફરની મુખ્ય સૂચના એટલી જ હોય છે ઃ ‘જરા મોઢું હસતું રાખજો.’ અહીં‘મોઢું હસતું રાખવું' એટલે હૈયું પ્રસન્ન રાખવું. અંદરની લહે૨ મુખ પર વંચાય તેને સ્મિત કહેવાય. મનની સ્વસ્થતા એ જીવનની ખરી સમૃદ્ધિ છે. પ્રસન્નતા એ મનનું કિંમતી આભૂષણ છે. ચિત્ત સમાધિ એ આલોકના સુખનું લક્ષણ છે અને પરલોકની સદ્ગતિનું કારણ પણ છે. માણસને કપડાં પર સળ પડે તો પણ તેને જરાય ગમતું નથી. કપડા અને કાયા પર સળ ન પડે તે માટે તે ખાસ પ્રકારની સાવધાનીરાખે છે. કપડાં અને કાયા કરતાં, પણ અધિક કિંમતી એવા મન પર સળ ન પડે તે અંગે તેની સાવચેતી કેટલી? વ્યક્તિના મનોગત ભાવો તેના હાવભાવ અને મુખાકૃતિ પરથી પારખી શકાય છે. એક સુભાષિતમાં બહુ સરસ કહ્યું છેઃ આકૃતિ: થતિ મુળાન્। અંગ્રેજીમાં પણ આ વાત કોઈએ કહી છે : Face is the index of the human being. મનનો મેડિકલેઈમ ૪ -•-•-•Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 110