Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 7
________________ કોરી ખાય છે તો કોઈને પુષ્કળ પૈસો હોવા છતાં ઘરમાં સવાશેરમાટીની ખોટ વર્તાય છે. સંપત્તિ અને સંતતિનું સુખ પામી ચૂકેલો શરીરના ત્રાસથી હેરાનગતિ પામે છે. કોઈને પોતાનું રૂપ ગમતું નથી. કોઈને પોતાનો સ્વર ગમતો નથી. કોઈને પોતાના અક્ષર ગમતા નથી. કોઈને બુદ્ધિની અલ્પતા કહે છે, કોઈને આવડતની ઊણપ ખેંચે છે, કોઈને પોતાનું ઘર સાંકડું લાગે છે, કોઈને પોતાની પાસે કપડાં ઓછાં લાગે છે, કોઈને ફર્નિચર બેકાર લાગે છે તો કોઈને પરિવાર મતલબી લાગે છે. કોઈને ગાડી નથી તેનું દુઃખ છે, કોઈને ગાડી નવી નથી તેનું દુઃખ છે તો કોઈને બીજા પાસે વધુ સારી ગાડી હવાનું દુઃખ છે. મંદિર પર ફરકતી ધજા જેમ મંદિરની અંદર રહેલા પરમાત્માની જાહેરાત કરે તેમ વ્યક્તિના મોં પર ફરકતું સ્મિત, તેના હૈયામાં ઊભરાતા આનંદનું બયાન કરતું હોય છે. સ્મિતની આનંદદાયકતા અને દુર્લભતા સમજાવવા માટે અંગ્રેજીમાં સ્મિત માટે બહુ ભારે વિશેષણ વપરાતું હોય છે. A Million Dollar Smile. મુખ પર ફરકતા સ્મિતની કમર્શિયલ વેલ્યુ આમાં છતી થાય છે. માત્ર મામૂલી નુકસાની કે નાનકડી તકલીફ માત્ર સામે આવા કિંમતી સ્મિતને વેંચી મારવાની મૂર્ખામી કોણ કરે? મંદિરના તમામ અંશોમાં વજનમાં સૌથી હળવી ચીજ હોય છે ધજા. મુખ પરનું હાસ્ય પણ સાવ હળવું ફૂલ, છતાં જીવનમાં તેનું ઘણું વજન છે. મુખ પરના હાસ્યની સાથે ક્યારેય ખૂન કે ચોરી થઈ શકતા નથી. મુખ પરનું હાસ્ય અંદરની પ્રસન્નતાનું દ્યોતક છે. આજે કેટલાંય સ્થળે લાફિંગ ક્લબ ચાલુ થાય છે. લાફિંગ થેરાપી એ હવે ચિકિત્સા ક્ષેત્રની નવી ફેકલ્ટી બની છે. જો કે તેમાં તો કૃત્રિમ હાસ્યની વાત થઈ. આજકાલ પ્લાસ્ટિકનાં ફૂલોની બોલબાલા છે. સ્વાભાવિક સ્મિત એ વિસ્વરપુષ્પ છે. --------– મનનો મેડિકલેઈમ (૨)

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 110