Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 8
________________ મુખ પરનું સ્મિત બહુ કિંમતી ચીજ છે. તે મળવું દુર્લભ છે. મળ્યા પછી ટકવું દુર્લભ છે. પાણીનું ટીપું જમીન પર પડે તે કેટલો સમય ટકે ? કોઈ તેને લૂછે નહીં તો પણ સમય જતાં તે આપમેળે સુકાઈ જાય. મુખ પરનું સ્મિત એટલે જમીન પર પડેલું જળબિંદુ. તકલીફના તડકા જેટલા વધારે પડે તેટલું તે જલ્દી સુકાય. આ સ્મિત ટકાવવા કેટલું બધું જોઈએ ! શરીર સારું હોય, સ્વજનો લાગણીશીલ હોય, સંપત્તિ પૂરતી હોય, બધું જ અનુકૂળ હોય તો આ સ્મિત ફરકી શકે. આમાંનું કંઈક પણ આડું ચાલે કે તરત એ સ્મિત ફરકતું અટકી શકે. પવન પડી જાય ત્યારે પણ ધજા લટકતી તો હોય છે, પણ ત્યારે તે લહેરાતી નથી. પ્રસન્નતાનો પવન પડી ગયા પછી આયુષ્યના દંડ ઉપર જીવન માત્ર લટકતું હોય છે. સાવ લહેર વગરનું. ધજાની શોભા માત્ર લટકવામાં નથી, લહેરવામાં છે. હિંદુસ્તાનમાં સૈકાઓ સુધી રાજ્ય કરીને પ્રજાને પરવશતાની બેડીમાં જકડી દેનારા અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામ જ્યારે આરંભાયો ત્યારે એક શૌર્યસૂત્ર વહેતું થયેલું Freedom is my birth right. ૫૨મ આનંદ૨સના ભોક્તા એવા આપણી અંદરના ‘ચૈતન્ય મહાપ્રભુ’ને કર્મો અનંતકાળથી પોતાના પંજા હેઠળ રાખીને શોષી રહ્યા છે. ત્યારે લોકમાન્ય તિલકના એ શૌર્યસૂત્રને નવા સંદર્ભમાં દોહરાવીએ : ‘Freedom is my birth right.' પ્રસન્નતા એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. હતાશા અને નિરાશાથી ઘેરાયેલા માણસના મનને મુલાયમ મલમની ગરજ સારે તેવું પદ્ય પ્રસ્તુત છે. રવિ સમ તેજરાશિને ઉદયને અસ્ત આવે છે, શશી સમ શાંતમૂર્તિ પણ વધીને ક્ષીણ થાવે છે. સમંદરના તરંગોમાં ભરતી ને ઓટ આવે છે, રડેશાને ઓમાનવી ! જો સુખો દુઃખ લઈને આવે છે. મનનો મેડિકલેઈમ 3 -0-0-0 -0-0-0

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 110