________________
મહાકવિ શ્રી જયશેખર રિ-ભાગ ૨
હસ્તપતિઓમાં કહીઓના સંખ્યાંક હસ્તપ્રતિ A:
ત્રિભુવનદીપક પ્રબંધની અધિકૃત વાચના આઠ જુદી જુદી. હસ્તપ્રતોને આધારે આપવામાં આવી છે. તેમાં મૂળ પાઠ તરીકે હસ્તપ્રતિ A રાખવામાં આવી છે. એટલે કહીઓના સંખ્યાંક પણ હસ્તપ્રતિ A પ્રમાણે આપવામાં આવ્યા છે.
એકંદરે કઠીએાના સંખ્યાંક ક્રમાનુસાર અને સુવાચ્ય છે. ૧૦૦ ૨૦૦, ૩૦૦ અને ૪૦૦ મી કડી પછી નવેસરથી ૧ થી ક્રમાંક તત્કાલીન પરંપરાનુસાર યોગ્ય રીતે અપાયા છે. આમ છતાં નીચેની કેટલીક ક્ષતિઓ નજરે પડી છેઃ (૧) ઉ. ત. નીચેની કડીઓને સંખ્યાંક લખવાનું સરતચુકથી રહી.
ગયું છે:
૨૦, ૬, ૧૭૪, ૨૫૫, ૨૮૨, ૩૫૬. (૨) નીચેની કડીને સંખ્યાંક સરતચૂકથી બે વાર લખાવે છે?
૩ર૬. (૩) નીચેની કડીઓને સંખ્યાંક અસ્પષ્ટ લખાયો છે:
૬, ૫૫. (૪) કેટલીક કડીએને સંખ્યાંક લખવામાં આગળ કે પાછળ છે દંડ કરવાનું ચૂકી જવાયું છે. ઉ. ત.
૬, ૯, ૧૧, ૧૩, ૭૦, ૭૧ કડીઓના સંપ્યાંકની બાબતમાં ઉપર જણાવી તેવી કેટલીક નજીવી ક્ષતિઓ આ હસ્તપ્રતિ A માં જોવા મળે છે. અહીં ઉપચાગમાં લેવામાં આવેલી લગભગ બધી જ હસ્તપ્રતિઓમાં કડીના સંખ્યાની બાબતમાં થોડીક ક્ષતિઓ નજરે પડી છે, જે વિશે અહીં, નેધ કરવામાં આવી છે.