________________
મહાકવિ શ્રી શેખરસુરિ– ભાગ ૨ આ હસ્તપ્રતિની પન્નસંખ્યા બત્રીસ છે. તેમાં એના લખાણનું માપ xa” છે. પ્રત્યેક પાનામાં અગિયાર લીટી છે. પત્ર નં. ૨૯ ૨ થી ૩૧ B સુધી ૧૨ લીટી છે. અતિમ પત્ર નં. ૩ર માં ત્રણ લીટી છે.
આ હસ્તપ્રતિ જૈન દેવનાગરી લિપિમાં છે. પ્રત્યેક લીટીમાં સરેરાશ અક્ષર બત્રીસ છે. અક્ષરે મોટા અને મરદાર છે. લિપિ પઢિમાત્રાવાળી છે.
આ હસ્તપ્રતિમાં લહિયાની જ્યાં સરતચૂક થઈ હોય ત્યાં તે શબ્દની ઉપર “” ની નિશાની કરી તે શબ્દ હાંસિયામાં લખવામાં આવ્યો છે. હસ્તપ્રતિ G :
આ હસ્તપ્રતિ શ્રી ચંદ્રસાગરસૂરિ જેને જ્ઞાન મંદિર સંગ્રહ(ઉજજૈન)ની છે. હસ્તપ્રતિ નંબર ૪૩૪ છે.
આ હસ્તપ્રતિની પત્રસંખ્યા સત્તર છે. તેમાં એના લખાણનું માપ લા” + ૩” છે. પ્રત્યેક પાનામાં તેર લીટી છે. અંતિમ પત્ર ૧૭ A માં ચાર લીટી છે.
આ હસ્તપ્રતિ કન દેવનાગરી લિપિમાં છે. પ્રત્યેક લીટીમાં સરેરાશ એકાવન અક્ષર છે. અક્ષરે મોટા અને મડદાર છે. લિપિ પડિમાત્રાવાળી છે.
હસ્તપ્રતિમાં લહિયાની જ્યાં સરતચૂક થઈ હોય ત્યાં તે શબ્દની ઉપર “ળ”, “V” એવી નિશાની કરી અથવા શબ્દ પર આંકડા લખી તે શરદ ઉપર અથવા નીચે હાંસિયામાં લખવામાં આવ્યા છે.
એકરે પ્રતિ સ્વચ્છ અને સુંદર છે. હસ્તપ્રતિ H :
આ હસ્તપ્રતિ આચાર્ય શ્રી કલાપ્રભસાગરસૂરિ હસતકના સંગ્રહની–મેઘ સંસ્કૃતિભવન, ઘાટકોપરની છે.