________________
મહાકવિ શ્રી જયેશેખરસૂરિ- ભાગ ૨ આ હસ્તપ્રતિની પસંખ્યા અઠયાવીસ છે. તેમાં એના લખાણનું માપ ૮૪૩ાા છે. પ્રથમનાં ત્રણ પાનાંમાં દરેક ઉપર બાર લીટી છે. ૪ A પછીના પાનામાં અગિયાર લીટી છે. અંતિમ ૨૮ A પાનામાં નવ લીટી છે. હસ્તપ્રતિ જેન દેવનાગરી લિપિમાં છે. પ્રત્યેક લીટીમાં સરેરાશ એકતાલીસ અક્ષર છે. અક્ષરે મોટા અને મતદાર છે. હસ્તપ્રતિમાં પઢિમાત્રા છે. એકંદરે હસ્તપ્રતિ સ્વચ્છ અને સુંદર છે. હસ્તપ્રતિ :
આ હસ્તપ્રતિ એલ.ડી. ઈન્સિટટ્યુટ-અમદાવાદના ભંડારની છે. તેને નબર ૧૯૬૩ છે,
આ હરતપ્રતિની પત્રસંખ્યા ૧૫ છે, તેમાં એના લખાણુનું મા૫ ૯૪રા” છે. પ્રત્યેક પાનામાં પંદર લીટી છે. અંતિમ પાના નં. ૧૧ માં નવ લીટી છે.
આ હસ્તપ્રતિ જૈન દેવનાગરી લિપિમાં છે, પ્રત્યેક લીટીમાં સરેરાશ અક્ષર બાવન છે. અક્ષરા નાના પણ સુંદર છે. હસ્તપ્રતિમાં પડિમોત્રા છે.
હસ્તપ્રતિમાં લહિયાની જ્યાં સરતચૂક થઈ હોય ત્યાં તે શબ્દની ઉપર “ ની નિશાની કરી તે શબ્દની સામે હાંસિયામાં ઉપર અથવા નીચે સુધારીને તે શબ્દ લખવામાં આવ્યો છે. પાના નં. ૮A માં કડી પાંત્રીસ પછી સાત લીટી લખવાની રહી ગઈ છે. હસ્તપ્રતિ D:
આ હસ્તપ્રતિ દેવસાના પાડા(અમદાવાદ)ના ભંડારની છે. તેને નંબર ૨૫૭૯ ડા. ૨૮ નં. ૨૫૫૨૫ છે.
આ હસ્તપ્રતિની કુલ પત્રસંખ્યા એકવીસ છે. પરંતુ તેમાં પ્રથમનાં બે પત્ર નથી, તેથી આ ખંડિત પ્રતિ છે. તેમાં એના લખાણુનું માપ લાગ્યા છે. પત્ર ૩ માં બાર લીટી છે. પાના નં. ૪ થી ૭ માં તેર લીટી છે. પત્ર આઠથી વીસમાં ચૌદ લીટી છે. અંતિમ પત્ર ન. ૨૧ માં નવ લીટી છે.