Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૫૬
શતકનામા પંચમ કર્મગ્રંથ થકી વિરમે ત્યારે તે કોઇક મિથ્યાત્વના ઉદય થકી ફરીને વળી અનંતાનુબંધી પણ બાંધે, મિથ્યાત્વ બીજનું અસ્તિત્વ હોવાથી, મિથ્યાત્વને ક્ષયે તે બીજના અભાવ થકી ફરી અનંતાનુબંધી નજ બાંધે. સાનને ક્ષયે તો અપતિત પરિણમી હેઇને અવશ્ય વૈમાનિક દેવતામાંહે જાય અને પતિત પરિણામ હોય તો પછી પરિણામની વિશુદ્ધિને અનુસારે અનેરી ગતિએ જાય, અને બદ્ધાયુ થકો જો કૃતકરણાવસ્થાએ કાળ ન કરે તો પણ સાત પ્રકૃતિનો ક્ષય કરીને તેટલે રહે પણ ચારિત્રમેહનીય ક્ષય કરવા તપર ન થાય, જે અબદ્ધાયુ ક્ષપકશ્રેણિ આરંભે તે સાતને ક્ષય કરીને ચારિત્રમોહનીય ક્ષય કરવાને અવશ્ય તત્પર થાય તે સકળ ક્ષપકને નરક, તિર્યંચ અને દેવ, એ ત્રણ આયુ પોતપિતાના ભવમાં ક્ષય થયેલજ હેાય, તે ક્ષેપક સ્વ૯૫ સમ્યકત્વમેહનીય થાકતે અપ્રત્યાખ્યાનીય ૪ અને પ્રત્યાખ્યાનીય ૪ એ આઠ કપાય ક્ષય કરવાનો આરંભ કરે, તે અર્ધા ખયા હોય ત્યાં વચ્ચે એકેંદ્રિય જાતિ ૧, બેદિય ૧, તે દ્રિય ૨, ચરિંદ્રિય ૩; એ ત્રણ વિકસેંદ્રિય જાતિ એવં ઝ, થીણદ્વિત્રિક ૭, ઉદ્યોત નામ ૮, તિર્યંચદ્વિક ૧૦; નરકટ્રિક ૧૨, સ્થાવર નામ ૧૩, સૂક્ષ્મ નામ ૧૪, સાધારણ નામ ૧૫ અને આતપનામ ૧૬, એ ૧૬ પ્રકૃતિનો ક્ષય કરે. ત્યાર પછી જે આઠ કષાય અવશેષ રહ્યા હોય તેનો ક્ષય કરે. એ સર્વ અંતમુહૂર્તમાંજ ખપાવે. ઈહાં કઇક કહે છે કે, એકેદ્રિય જાતિ આદિક ૧૬ પ્રકૃતિ ખપાવવા માંડે તેની વચગાળે આઠ કપાયને ક્ષય કરે; તે પછી સોળ પ્રકૃતિનો ક્ષય કરે.૪ ત્યારપછી નપુસકેદ અને તે પછી સ્ત્રીદિનો ક્ષય કરે છે તે છે
૪ ટબાકારના પિતાના અભિપ્રાયને આ મતાંતર અનુકૂળ હોય. એમ - સમજાય છે [ જુઓ ક્ષપકશ્રેણિનું યંત્ર એટલે કે, તેઓ ૮ ના ક્ષય પછી જ ૧૬ ને ક્ષય માને છે અને ૧૬ પછી ૮ ના ક્ષયને મતાંતર ગણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org