Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૯૫
દર્શનાવરણ સંવેધ. ગયેલાને સાદિસાત હોય, તે જઘન્ય અંતમુહૂર્ત લગે હેય અને ઉત્કૃષ્ટ દેશે ઊણું અદ્ધ પુદ્ગલપરાવર્ત લગે હેય. તે નવ માંહેથી થીણદ્વિત્રિકનો બંધ કન્ય છ નું બંધસ્થાનક મિશ્રગુણઠાણાથી માંડીને અપૂર્વકરણ ગુણઠાણના પહેલા ભાગ લગે હોય, તે જઘન્ય અંતમુહૂર્ત લગે હોય અને ઉત્કૃષ્ટ એક બત્રીશ સાગરેપમ અધિક લગે રહે, તે પછી કોઈક ક્ષપકશ્રેણિ પરિવજેપ્રાપ્ત કરે, અને કોઈક મિથ્યાત્વ પામતો નવવિધ બંધક થાય, તે છ માંહેથી નિદ્રાદ્ધિકનો બંધ ટળે ચારનું બંધસ્થાનક અપૂ- - વિકરણના બીજા ભાગથી માંડીને સૂમસ પરાય લગે હોય, તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત લગે રહે. હવે દશનાવરણીયનું નવ પ્રકૃતિનું સત્તાસ્થાનક મિથ્યાત્વથી માંડીને ઉપશાતમહ લગે હોય, તે ઉપશમશ્રેણિએ અને ક્ષપકશ્રેણિએ નવમાના પહેલા ભાગ લગે હોય. તે અભવ્યને અનાદિ અનંત અને ભવ્યને અનાદિ સાત હેય પણ સાદિસાત ન હય, કેમકે નવનું સત્તાસ્થાનક તો ક્ષપકશ્રેણિએ જ ટળે અને તે ક્ષપકશ્રેણિ થકી તે પડે નહીં તે માટે. તે માંહેથી થીણદ્વિત્રિકની સત્તા ટળે છે પ્રકૃતિનું સત્તાસ્થાનક અનિવૃત્તિ બાદર ગુણઠાણુના બીજા ભાગ થકી માંડીને ક્ષીણમોહના દ્વિચરમ સમયેલગે હેય તે જઘન્યથી અને ઉત્કૃષ્ટપણે પણ અંતમુહૂર્ત પ્રમાણ હેય. તે માંહેથી વળી બે નિદ્રાની સત્તા કન્ય ચાર પ્રકૃતિનું સત્તાસ્થાનક ક્ષીણમેહને છેલ્લે સમયે હેાય, તે એક સમય રહે. હવે દર્શનાવરણીયનાં ઉદયસ્થાનક બે હાય, ચારનું અને પાંચનું; ત્યાં ચશનાવરણીય પ્રમુખ ચાર ધ્રુવોદયી છે, તે માટે ચારનું ઉદયસ્થાનક મિથ્યાવથી માંડીને ક્ષીણમોહના છેડા લગે હોય તથા નિદ્રા પાંચ માંહેથી એક કાળે એકનો જ ઉદય હેય પણ બે ત્રણનો ઉદય ન હોય, અઘુવેદથી માટે. પૂર્વોક્ત ૪ માંહે એક નિદ્રા ભળે ત્યારે પાંચનું ઉદયસ્થાનક હય, તે કયારેક હેય, ક્યારેક ન હોય. એ પ્રકારે દર્શનાવરણીયનાં બંધ ઉદય અને સત્તાનાં સ્થાનક કહ્યાં, હવે સંવેધે તેના ભાંગા કહે છે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org