Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
નામકર્મનાં ઉદયસ્થાન,
૨૪૧
ત્યારે ભાંગે ૧ ઉપજે, તેઉ વાયુમાંહે સાધારણ અને યશનો ઉદય ન હોય તે માટે તથા બાર વાયુકાય પર્યાપતો જે ક્રિય શરીર કરે તે શરીરસ્થ વૈકિય આશ્રયી જાણ, તેનીજ મુખ્યતા છે, તે વેળાએ દારિકની મુખ્યતા નથી. એ સર્વ સંખ્યાએ ચોવીશને ઉદયે ૧૧ ભાંગા હેય, ત્યાર પછી શરીર પર્યાતિએ પર્યાપ્તાને ૨૪ માંહે પરાઘાત ભેળ બે ૨૫ નો ઉદય હોય, ઈહાં બાદરને પ્રત્યેક સાધારણ અને યશ અયશ સાથે ચાર ભાંગા થાય, અને સૂક્ષ્મને પ્રત્યેક સાધારણ કરીને અયશ સાથે બે ભાંગા થાય એવં ૬ અને બાદર વાયુકાયને વૈકિય કરતા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત ભેળભે ૨૫ નો ઉદય હાય, ત્યાં ૧ ભાંગી એમ સર્વે મળીને ૨૫ ને ઉદયે ૭ ભાંગ હોય, તે પછી ધાસોચ્છવાસ પતિએ પર્યાપ્તાને ૨૫ માંહે ઉશ્વાસ ભેળ બે ૨૬ નો ઉદય હેય, ઈહાં પૂર્વલીપેરે ૬ ભાંગા હોય, અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસને અનુદયે ૨૫ માંહે આતપ તથા ઉદ્યોત એ માંહેલી ૧ ભેળવીએ ત્યારે ૨૬ નો ઉદય હોય, આપ ઉદ્યોતનો ઉદય તે બાદ રેનેજ હય, સૂક્ષ્મને ન હોય, તે માટે ત્યાં ઉદ્યોત સહિત બાદરનેજ પ્રત્યેક સાધારણ અને યશ અમેશે કરીને ચાર ભાગા અને આતપ સહિત પ્રત્યેકને યશ અયશ બે ભાંગા, એવું ૬. આતપ તે પૃથ્વીકાય માંહેજ હોય અને ઉદ્યોત તો વનસ્પતિ માંહે પણ હોય. તથા બાદર વાયુકેયને વૈકિય કરતાં ઉચ્છવાસ પર્યાપ્તએ પર્યાપ્તને ૨૫ માંહે ઉચ્છવાસ ભેળવ્ય ૨૬ને ઉદય થાય, ત્યાં ૧ ભાંગે હય, તેઉ વાયુને આ૫, ઉદ્યોત અને યશનો ઉદય ન હોય, એટલે સર્વ સંખ્યાએ ૨૬ ને ઉદયે ૧૩ ભાંગા ઉપજે. તથા શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ સહિત ૨૬ માંહે આતપ અથવા ઉદ્યોત એક ભેળવ્ય ૨૭ નો ઉદય હાય, હાં છે ભાંગ આત૫ ઉદ્યોત સહિત ૨૬ ના ઉદયની પેરે જાણવા, એમ એકેદ્રિયને વિષે પાંચ ઉદયસ્થાનકે થઇને સર્વ સંખ્યાએ ૪૨ ભાંગા હાય, વેરિયને ઉદય સ્થાનક ૬ હોય, તે આ પ્રમાણે-૨૧, ૨૬, ૨૮ ૨૯, ૩૦, ૩૧. ત્યાં બાર ધ્રુવોદયી ૧૨, તિયચકિક ૧૪, બેઇદ્રિય જાતિ ૧૫, ત્રસ ૧૬, બાદર ૧૭, પર્યાપ્ત અપર્યાપ્ત માંહેથી એક ૧૮. દુર્ભગ ૧૯, અનાદેય ૨૦, યશ અયશ માંહેલી એક ૨૧,
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org