Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૫૬
સપ્તતિકા નામા પશેઠ કર્મગ્રંથ.
સપ્તતિકા ના જ દેવતા બાંધે નહીં, ત્યાં અપર્યાપ્ત માહે દેવતા ઉપજે નહિ તે માટે . તથા ૨૮ ના બંધકને આઠ ઉદયસ્થાનક હોય, તે આ પ્રમાણે-૨૧, ૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧. બહાં ૨૮ નો બંધ બે ભેદે છે–દેવગતિ પ્રાગ્ય અને નરકગતિ પ્રાગ્ય, ત્યાં દેવગતિ પ્રાયોગ્ય ૨૮ ને બધે આઠે ઉદયસ્થાનક અનેક જીવની અપેક્ષાએ પામીએ અને નરકગતિ પ્રાયોગ્ય ૨૮ને બંધ બે ઉદયસ્થાનક હાય ૩૦, ૩૧ તથા ૨૮ ના બંધકને સામાન્યપણે ચાર સત્તાસ્થાનક હોય ૯૨, ૮૯, ૮૮, ૮૬; ત્યાં દેવગતિ પ્રાયોગ્ય ૨૮ ના બંધક સમ્યગ્દષ્ટિ પંચંદ્રય તિર્યંચ મનુષ્યને ર૧ નો ઉદય અપાંતરાલ ગતિએ વર્તતાં જાણવા, પણ મિથ્યાદ્રષ્ટિને નહિ, જે માટે મિાદષ્ટિ તો સર્વ પર્યાપ્રિએ પર્યાયો જ દેવપ્રાગ્ય ૨૮ બાંધે અને ૨૧, ૨૬, ૨૮, ર૯, ને ઉદયે વર્તત તો અપર્યાપ્ત જ હોય. તે માટે તે મિથ્યાદ્રષ્ટિ દેવગતિ પ્રાયોગ્ય ૨૮ ને બાંધે, જીહાં કોઈક કહેજો એમ કહે છે તો મિથ્યાદ્રષ્ટિ વૈક્રિય તિર્યંચ મનુષ્ય રપ, ર૭, ૨૮, ૨૯, ને ઉદયે વર્તતા દેવગતિ પ્રાયોગ્ય ૨૮ બાંધે છે. તે કેમ ઘટે ? તન્નોત્તાં તેણે ભવની આદિમાં પર્યાપ્તિ પૂરી કરી છે, પછી વૈક્રિય શરીર કરતાં ઔદારિક શરીરની નિવૃત્તિએ પર્યાપ્તિ પણ ઉદયથી નિવ, પણ તે પર્યાપ્ત જ કહીએ, તે માટે ત્યાં મિથ્યાવીને પણ ૨૮ નો બંધ વિરુદ્ધ નહીં, તે દેવગતિ પ્રાગ્ય ૨૮ બંધકને ૨૧ ને ઉદયે વર્તાતા બે સત્તાસ્થાન હાય-૯૨, ૮૮; જિનનામની સત્તા નહી, તે હોય ત્યારે તો તેનો બંધ પણ હોય, તેથી ૨૯ ને બંધક થાય તે માટે નહીં. રપ ને ઉદે પણ ૨૮ ના બંધક આહારક સંસ્થત વેકિય તિર્યંચ મનુષ્યને સામાન્યપણે બે સત્તાસ્થાનક હાય-૯૨, ૮૮; ત્યાં પણ આહારક સંયતને નિશ્ચયે ૯ર, શેષને બે હોય, ૨૬, ૨૭, ૨૮, ૨૯ ને ઉદયે પણ ૯ર, ૮૮ એ બે સત્તાસ્થાનક સામાન્યપણે જાણવાં. ૩૦ ને ઉદયે દેવ નરકગતિ પ્રાયોગ્ય ૨૮ ના બંધકને સામાન્યપણે ૪ સત્તાસ્થાનક હોય; કર, ૮૯, ૮૮, ૮૬; ત્યાં ૯૨, ૮૮ પૂર્વવત જાણવાં અને ૮૯ આ પ્રમાણે-કેઇક મનુષ્ય તીર્થંકરનામકર્મની સત્તાવંત વેદક સમ્યગ્દષ્ટિ પૂર્વે નરકાયુ બાંધ્યું હોય તે નરક જવાને અભિમુખ સમ્યકત્વ થકી પડીને ગયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org