Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૭ ક.
પક શ્રેણિ છેલ્લા સમય થકી અગાઉને સમય તે દ્વિચરમ સમય કહીએ. તે દ્વિચરમ સમયે નિદ્રાદ્ધિક સ્વરૂપ સત્તાપેક્ષાએ ક્ષય થાય અને ચરમ સમયે પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય, એ ૧૪ પ્રકૃતિનો ક્ષય કરે. તદનંતર સમયે જ કેવલ જ્ઞાન, કેવલદર્શન પામે. સાગિ કેવલી થાય, ત્યાં જઘન્ય અંતમુહૂર્તા અને ઉત્કૃષ્ટપણે નવ વરસે ઉણી પૂર્વ કેડિ રહે. ત્યાર પછી જે કેવળીને વેદનીયાદિ અને આયુઃ કર્મની વર્ગણા અધિકી ઓછી વિષમ હેય તે સમ કરવાને કાજે સમુઘાત કરે તે સમુદઘાત આઠ સમયનો હોય, પ્રથમ સમયે આત્મપ્રદેશનો અધ: ઉર્વ લોકાત લગે દંડ કરે ૧, બીજે સમયે પૂર્વાપર લોકાંત લગે કપાટ કરે ૨, ત્રીજે સમયે દક્ષિણેત્તર લોકાંત લગે આત્મપ્રદેશ વિસ્તારીને મંથાનરૂપ કરે ૩, ચોથે સમયે અંતર પૂરને સમગ્ર લોકવ્યાપી થાય ૪, પાંચમે સમયે આંતરા સંહરે ૫,
ઠે સમયે મંથાન સંહરે ૬, સાતમે સમયે કપાટ સંહરે ૭, અને આઠમે સમયે દંડ પણ સંહારીને શરીરસ્થ થાય ૮, ત્યાં પહેલે અને આઠમે સમયે ઔદારિક કાયયોગી હેય, બીજે, છઠે અને સાતમે સમયે ઔદારિકમિશ્ર કાયયોગી હોય, ત્રીજે, ચોથે અને પાંચમે સમયે કેવળ કામણ કાચગી હેય; એ ત્રણ સમય અણાહારી હેય. ઇત્યાદિક ઈહાં ઘણો વિચાર છે, તે વિસ્તારના ભય થકી લખ્યો નથી. એ કેવલી સમુદ્યાત સર્વ કેવળી ન કરે, કેટલા કરે.
यतः-यः षण्मासाधिकायुष्को, लमते केवलं ध्रुवम् । । - करोत्यसो समुद्घातमन्ये कुर्वन्ति वा न वा* ॥ १ ॥
અંતમુહૂર્નાયુ થાકતે જ કેવલી સમુદ્રઘાત કરે હવે તે સયોગી કેવળ ભપગાહી કમ ક્ષય કરવાને માટે વેશ્યાતીત
જે છ માસથી અધિક શેષ આયુષ્યવાળા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે તે સમૃઘાત નિચ્ચે કરે, બીજા કરે અથવા ન પણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org