Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
२६८
સતતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ, વિવેચન:-હવે ૧૪ જીવભેદને વિષે આયુકર્મના ભાંગ પ્રરૂપવાને અર્થે ભાગ્યની ગાથાનો ભાવ કહે છે –
પર્યાપ્તા સમન તે સંજ્ઞી પંચેન્દ્રિય ૧, અપર્યાપ્ત સંગીપંચેન્દ્રિય ૨, પર્યાપ્તા અમન તે અસંરી પંચેન્દ્રિય ૩, અને શેષ થાકતા ૧૧ જીવસ્થાનક તેહને વિષે અનુક્રમે અાવીશ ૧, દશ ૨, નવ ૩ અને પાંચ ૪ આયુકર્મના ભાંગા હોય, ત્યાં સંજ્ઞા પંચેંદ્રિય પર્યાપ્ત માહે ૨૮ ભાંગા હોય, તે નારકીના ૫, તિર્યચના ૯, મનુષ્યના ૯, દેવતાના પ, એવં ૨૮ જે પૂર્વ કહ્યા છે તે જ જાણવા, તથા અપર્યાપ્ત સંજ્ઞી પંચેંદ્રિયમાંહે ૧૦ ભાંગ હેય. અપર્યાપ્યા તે બહાં લબ્ધિ અપર્યામા જ જાણવા તે તો મનુષ્ય તિર્યંચ જ હોય, અને તે અપર્યાપ્તા પણ મનુષ્ય તિર્ય. ચનું જ આયુ બાંધે તે માટે પાંચ ભાંગા મનુષ્યમાંહે, પાંચ ભાંગા તિર્યંચમાંહે એવં ૧૦ હોય, તે આ પ્રમાણે-અંધકાળથી પૂર્વે તિર્યગાયુને ઉદય, તિર્યગાયુની સત્તા ૧; બંધકાળે તિર્યગાયને બંધ, તિર્યગાયુને ઉદય તિર્યક તિર્યગાયુની સત્તા ૨; મનુષ્પાયુને બંધ, તિર્યગાયુને ઉદય, તિર્થક મનુષ્યની સત્તા ૩; બંધકાળ પછી તિર્થગાયુને ઉદય તિર્ય, તિર્યંગની સત્તા ૪, તિર્યગાયુનો ઉદય, તિર્યંગ મનુષ્યની સત્તા પ. એ પાંચ તિર્યંચના તેમ પાંચ ભાંગી મનુષ્યના એવં ૧૦ ભાંગ હોય, તથા પર્યાપ્તા અસંી પંચેન્દ્રિય માંહે ૯ ભાંગા હય, પર્યાપ્યો અસંણી પંચેન્દ્રિય તો તિર્યંચ જ હોય અને (બીજા) કેઈ ન હોય, અને તે તે ૪ ગતિનું આયુ બાંધે તે માટે તિર્યંચને વિષે આયુના ૯ ભાંગ પૂવે કહ્યા છે તે જ ૯ ઇહાં પણ જાણવા તથા શેષ ૧૧ જીવસ્થાનકને વિષે પ્રત્યેકે પાંચ પાંચ ભાંગા. હોય, તે ૧૧ જીવસ્થાનકે તિર્યંચ હોય અને તે દેવનારકીનું આયુ ન બાંધે, તે માટે બંધકાળથી પૂર્વે ૧ ભાંગો બંધકાળે ૨ ભાંગા, અંધકાળ પછી બે ભાંગ એવં પ ભાંગ હોય, ઇહાં અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત સંમૂઈિમ મનુષ્ય પણ હોય; ત્યારે ૫ તિર્યંચના ૫ મનુષ્યના એવં ૧૦ ભાંગા ઉપજે પણ તે બહાં સૂત્રકારે કહ્યું જ નહીં, તે કેણ જાણે શા હેતુએ વિવસ્યા નહિ એ વિચારવું છે ૩૯ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org