Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
-
-
=
૩૮૦
સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ માયા ઉપશમે ર૪ ઉપશાત હોય તે પછી સંજવલનની માયા ઉપશમે પચીશ પ્રકૃતિ ઉપશાતક હોય એ અનિવૃત્તિબાદર ગુણઠાણે ઉપશમ પ્રકૃતિ જાણવી, એ ૭૬
x તે પછી અનિવૃત્તિકરણાદાના સંખ્યાતા ભાગ ગમે છે તે દર્શનસપ્તક સિવાયની મેહનીય કર્મની એકવીશ પ્રકૃતિનું અંતરકરણ કરે, ત્યાં વેદ્યમાન સંજવલન ચાર કષાય માંહેનો કઈ પણ એક કષાય અને ત્રણ વેદ માંહેના કેઈપણ વેદ્યમાન એક વેદની પ્રથમ સ્થિતિ પિતાના ઉલ્ય કાળ પ્રમાણ હોય. બાકીના ૧૧ કષાય અને ૮ નોકષાયની પ્રથમ સ્થિતિ આવલિકા માત્ર હાય. અહીં સ્ત્રીવેદ અને નપુંસક વેદનો ઉદયકાળ સંખ્યાત ગુણ હોય. તે ચકી સંજવલન ક્રોધનો વિશેષાધિક, તે થકી સંવંલન માન, માયા અને લેભનો અનુક્રમે વિશેષાધિક હોય, ત્યાં સંજવલન ક્રોધના ઉદયે ઉપશમ શ્રેણિ પ્રારંભે તેને અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખ્યાન ક્રોધનો ઉપશન ન થાય ત્યાં સુધી સંજવલન ક્રોધનો ઉદધ હોય, સંજવલન માનના ઉદયે શ્રેણિ પ્રારંભકને અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખ્યાન માનનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન માનનો ઉદય હોય. સંજવલન માયાના ઉદય શ્રેણિ પ્રારંભકને અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખ્યાન માયાને ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન માયાનો ઉદય હોય. સંજવલન લેભના ઉદયે શ્રેણિ પ્રારંભકને અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખાન લેભને ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન લેભ (બાદર) નો ઉદય હોય. એ પ્રકારે તે અંતકરણ ઉપરના ભાગોની અપેક્ષાએ સમ અને નીચેના ભાગની અપેક્ષાએ પૂવેક્ત રીતે વિષમ હોય. અહીં જેટલા કાળે રિથતિખંડને ઘાત કરે અથવા અન્ય સ્થિતિ બંધ કરે તેટલા કાળે અંતરકરણ પણ કરે. એ ત્રણે એક સાથે આરંભે અને સાથે જ પૂર્ણ કરે.
અંતરકરણ સંબંધિ દલિકનો પ્રક્ષેપવિધિ આ પ્રમાણે જાણે
જે કર્મોનો તે વખતે બંધ અને વેદ વર્તાતા હોય તે કર્મના અંતરકરણ સંબંધિ દલિક પહેલી અને બીજી સ્થિતિમાં નાંખે છે જેમ કે પુરૂષ વેદોદ શ્રેણિ પ્રારંભકને પુરૂવેદનો બંધ અને ઉદય હોવાથી પુરુષ વેદના અંતરકરણ સંબંધિ દલિક પ્રથમ અને દિનીય સ્થિતિમાં નાખે. વળી જે કર્મનો એકલે ઉદયજ હેય પણ બંધ ન હોય તેના અંતરકરણ સંબંધિ દલિક પ્રથમસ્થિતિમાંજ નાંખે, જેમકે સ્ત્રી વેદોદ શ્રેણિ પ્રારંભકને સ્ત્રીવેદનો ઉદયજ હોવાથી સ્ત્રીવેદના અંતરકરણ સંબંધિ દલિક પ્રથમ સ્થિતિમાં નાંખે. વળી જે કર્મને ઉય નથી પણ ફક્ત બંધ છે તેના અંતરકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org