Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ઉપશમ શ્રેણિ.
૩૮,
-
દલિક દ્વિતીય સ્થિતિમાં જ નાંખે, જેમકે સંજવલન ક્રોદયે શ્રેણિ પ્રારંભકને બાકીના ત્રણ કષાયને ઉદય વિના બંધ હોવાથી તેના અંતરકરણ દલિક દ્વિતીય સ્થિતિમાં નાંખે, વળી જે કર્મને બંધ અને ઉદય નથી તેનાં અંતરકરણ લક પરપ્રકૃતિમાં નાંખે, જેમ કે બીજા અને ત્રીજા કષાયના દલિક તેને બંધાદય ન હોવાથી સંજવલન કષાયમાં નાંખે. અહીં અનિવૃત્તિ કરણમાં બહુ વક્તવ્ય છે તે વિશેષાથીએ કર્યપ્રકૃતિસંગ્રહણીની ટીકા જેવી. અંતરકરણ. કર્યા પછી નપુંસક વેદને ઉપશમાવે. તે આ પ્રમાણે-પ્રથમ સમયે શેડ ઉપશમાવે, બીજે સમયે અસંખેય ગુણ, ત્રીજે સમયે તેથી પણ અસંખ્યય ગુણ; એ પ્રમાણે સમયે સમયે અસંખ્યાત ગુણ (વધારે) છેલ્લા સમય સુધી ઉપશમાવે અને સમયે સમયે ઉપશમેલ દલિકની અપેક્ષાએ અસંખ્યાત ગુણ દલિક દિચરમ સમય સુધી પર પ્રકૃતિમાં નાંખે. છેલ્લે સમયે પર પ્રકૃતિમાં સંક્રમણ થતા દલિકની અપેક્ષાએ ઉપશમ પામતું દલિક સંખ્યાત ગુણ જાણવું.
એમ નપુંસક વેદ ઉપશાંત થયે છતે મોહનીય કર્મની આઠ પ્રકૃતિ ઉપશાંત હોય, ત્યારપછી ઉક્ત પ્રકારે અંતર્મુહૂર્ત કાળે સ્ત્રીવેદને ઉપશમાવે, ત્યારપછી અંતર્મુહૂર્ત કાળે હાસ્યાદિ પક્કને ઉપશમ છે. ત્યારે મેહનીયની પંદર પ્રકૃતિ ઉપશાંત હોય. તેજ સમયે વળી પુરુષદને બધ, ઉદય અને ઉદીરણાનો વ્યવહેદ અને પ્રથમ સ્થિતિનો વ્યવહેદ થાય. પુરૂષદની પ્રથમ સ્થિતિની બે આવલિકા બાકી રહે ત્યારે પૂર્વોક્ત પ્રકારે આગાલ ન હોય, તેજ સમયથી માંડીને છે (હાસ્યાદિ) નોકવાયનું દલિક પુરૂષવેદમાં ન નાંખે પરંતુ સંજવલન ક્રોધાદિને વિષે નાંખે. કમ્પચડીમાં કહ્યું છે કે પ્રથમ સ્થિતિની બે આવલિકા શેષ રહે ત્યારે વેદ પતગ્રહ ન થાય. હાસ્યાદિ ષ ઉપશમાવ્યા પછી એક સમય ન્યૂન બે આવલિકા માત્ર કાળે પુરૂષદ સંપૂર્ણ ઉપશમાવે, બીજે સમયે અસંખ્યાત ગુણ, ત્રીજે સમયે તેથી પણ અસંખ્યાત ગુણ એમ બે સમય ન્યૂન બે આવલિકાના ચરમ સમય સુધી સમયે સમયે અસંખ્યાતગુણ અધિક દલ ઉપશમાવે. અને બે સમય ન્યૂન બે આવલિકા કાળ પર્યત યથાપ્રવૃત્ત સંક્રમવડે, સમયે સમયે પરપ્રકૃતિને વિષે દલ સંક્રમા તે પ્રથમ સમયે ઘણું સંક્રમા, બીજે સમયે વિશેષહીન, ત્રીજે સમયે વિશેથહીન એમ ચરમ સમય સુધી સમયે સમયે વિશેષહીન સંક્રમાવે એ પ્રકારે પુરૂવેદ ઉપશાંત થયે તે સેળ પ્રકૃતિ ઉપશાંત હોય, તે પછી જે સમયે હાયાદિ બટુક ઉપશાંત થાય તે સમયે પુરૂષદની પ્રથમ સ્થિતિ ક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org