Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૩૧૬
સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ - હાય શેષની ભાવના અવિરતની પેરે જાણવી. સવેધ તો સઘળે પોતાની મેળેજ જાણો,
તથા પ્રમત્તસંયત ગુણઠાણે બે બંધસ્થાનક, પાંચ ઉદય સ્થાનકે અને ચાર સત્તાસ્થાનક હેાય, ત્યાં બંધસ્થાનક ૨૮, ૨૯ એ બે દેશવિરતિની પેરે જાણવા૨ ઉદયસ્થાનકર ૫, ૨૭, ૨૮, ર૯, ૩૦ એ સર્વ આહારક સંયત અને વૈકિય સંયતને જાણવાં, સ્વભાવસ્થ સંયતને તો ૩૦ નું જ ઉદયસ્થાનક હય, સત્તાસ્થાનક ૩, ૯૨, ૮૯, ૮૮ એ ચાર પૂર્વની પરે જાણવાં.'
તથા અપ્રમત્ત ગુણઠાણે ચાર બંધસ્થાનક, બે ઉદયસ્થાનક સામાન્ય તિર્યંચ તથા મનુષ્યને [૬ સંઘ૦ ૪ ૬ સંસ્થાન x ૨ વિહાયો. ૪ ૨ સુસ્વર-દુસ્વર ૧૪૪ ભાંગા હોય. દુર્ભગ, અનદેય તથા યશને અહીં ઉદય ન હોય તેથી વિશેષ ભાંગ ન થાય, કુલ ભાંગા ૨૮૯ થાય. ૩૧ નો ઉદય તિર્યંચને જ હોય, ભાંગા ૧૪૪ હોય સર્વ ઉદય ભાંગા ૪૪૩ થાય.
૧- ૮ ના બંધે છ ઉદયે ૯૨, ૮૮ એ બે સત્તાસ્થાનક હોય અને ૨૯ ના બંધે ૩૧ વિના પાંચ ઉદયે ૯૩, ૯ એ બે સત્તાસ્થાન હોય. ૩૧ નો ઉદય તિર્યંચને હેય, તેને ૨૯ નું બંધસ્થાનક ન હોય તેથી કુલ સત્તાસ્થાનક ૨૨ થાય.
૨-દેશવિરતિની પેઠે બન્ને બંધસ્થાનના ભગા ૧૬ થાય.
૩–પાંચે ઉદયસ્થાન વૈક્રિય અને આહારક સંયતને હોય. તેના દરેકના ભાંગા ૭, કુલ ૧૪. ૩૦ ને ઉલ્ય સ્વભાવસ્થ સંયતને પણ હોય. તેના ભાગ ૧૪૪, કુલ ઉદયભાંગા ૧૫૮ થાય.
૪–૨૮ ના બંધે પાંચે ઉદયે ૯૨, ૮૮ અને ૨૯ ના બધે પાંચે ઉદયે ૯૩, ૮૯ ગણતાં સર્વ મળી સત્તાસ્થાનક ૨૦ થાય. જિનનામની સત્તાવાળો ૨૮ ન બાંધે તેથી ૨૮ ના બંધે ૯૩ અને ૮૯ ના ન હોય. આહારકસંયતને તે ૯૨ અથવા ૯૩ નાં જ હોય, ૮૮ અથવા ૮૯ નાં સત્તાસ્થાન ન હોય; આહારકની સત્તાવાળો જ આહારક શરીર કરે માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org