Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
મોહનીયને બંધસત્તા સવેધ. ૨૨૯ ત્રણની સત્તા હેય, તે અંતર્મુહૂર્ત લગે જાણવી. હવે દ્વિવિધ બંધ ૨૮, ૨૪, ૨૧, ૩, ૨ એ પાંચ સત્તાસ્થાનક હોય, ત્યાં ત્રણ પૂર્વલી પરે અને બે ક્ષપકશ્રેણિએ હાય, હવે એકવિધ બંધે ૨૮, ૨૪, ૨૧, ૨, ૧ એ પાંચ સત્તાસ્થાન હોય તે માહે ત્રણ પૂર્વલી પરે ઉપશમશ્રેણિએ ભાવવાં અને બે ક્ષપકશ્રેણિએ ભાવવાં, એ સર્વ હકીકત નવમે ગુણઠાણે વર્તતાને જાણવી તથા બંધને બુછેદે–બંધને અભાવે સૂક્ષ્મપરાય ગુણઠાણે ૨૮, ૨૪, ૨૧, ૧ એ ચાર સત્તાસ્થાન હોય, ત્યાં ત્રણ પૂર્વલી પરે ઉપશમશ્રેણિએ કહેવાં અને એક સંજવલન લાભની સત્તા ક્ષપર્કશ્રેણિઓ હોય, અને બંધ ઉદયને અભાવે પણ ઉપશાતમોહ ગુણઠાણે ૨૮, ૨૪, ૨૧ એ ત્રણ સત્તાસ્થાનક હોય, તેની ભાવના પૂર્વવત જાણવી. . ૪ર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org