Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ગોત્રવેદનીયાયુ: સંવેધ.
૨૦૧ પંચંદ્રિય તિર્યંચ માંહે કિયત્કાલ લગે પણ એ ભાંગો પામીએ તથા નીચેના બંધ, નીચનો ઉદય અને ઉચ્ચ નીચની સત્તા અથવા નીચનો બંધ, ઉચ્ચનો ઉદય અને એની સત્તા, એ બે ભાંગા મિથ્યાવી તથા સાસ્વાદનીને વિષે હોય. તથા ઉચ્ચનો બંધ, નીચનો ઉદય અને બેની સત્તા, એ ભાંગો મિથ્યાત્વથી માંડીને દેશવિરતિ લગે પામીએ; તે પછી નીચનો ઉદય નથી તે માટે. તથા ઉચ્ચાને બંધ, ઉચ્ચનો ઉદય અને બેની સત્તા, એ ભાંગો મિથ્યાત્વથકી માંડીને સૂક્ષ્મસંપરાય લગે પામી, તે પછી બંધનો અભાવ હોવા થકી ઉચનો ઉદય અને બેની સત્તા, એ ભાંગો ઉપશાન્ત મોહથી માંડીને અગી કેવળીના દ્વિચરમ સમય લગે પામીએ. ઉચને ઉદય ઉચ્ચની સત્તા, એ ભાંગો અગી કેવળીને ચરમ સમયે હોય, એ સર્વ મળી સાત ભાંગ ગોત્રકર્મને જાણવા
ના કર્મને વિષે બધોદયસત્તા સંવેધે આઠ ભાંગ હોય, ત્યાં વેદનીયનું બંધસ્થાનક અને ઉદયસ્થાનક પણ એકેકી પ્રકૃતિનું એકેકુંજ હાય, યદ્યપિ છઠ્ઠા ગુણઠાણ લગે બેન બંધ છે અને પછી એક માતાનો બંધ છે તો પણ પરસ્પર વિરોધી છે માટે સમકાળે બે ન બાંધે પણ એકજ બાંધે, અને ઉદયે સર્વ ગુણઠાણે બે હોય તો પણ એક કાળે એકજ ઉદય આવે. તથા સત્તાસ્થાનક બે હોય, એકનું અને બેનું. જ્યાં લગે એક સત્તા થકી ટળ્યું ન હોય ત્યાં લગે બેની સત્તા હેય અને એક ટળે એકની સત્તા રહે. હવે એનો સંવેધ કહે છે. અસાતાનો બંધ અસાતાનો ઉદય અને એની સત્તા ૧, તથા અસાતાને બંધ, સાતાનો ઉદય અને એની સત્તા ર, એ એ ભાગ મિથ્યાત્વથી માંડીને પ્રમત્ત ગુણઠાણુ લગે પાનીએ; તે પછી અસતાને બંધ ન હોય તે માટે નહીં. સાતાનો બંધ, અસાતાનો ઉદય અને એની સત્તા ૩, સાતાનો બધ, સાતાનો ઉદય અને એની સત્તા ૪, એ બે ભાંગા મિથ્યાત્વથી માંડીને સગી કેવળી લગે હોય તે પછી બંધને અભાવે અસાતાનો ઉદય અને બેની સત્તા પ, 'સાતાનો ઉદય બેની સત્તા ૬, એ બે ભાંગા અગીને દ્વિચરમ સમય લગે પામીએ. અસાતાનો ઉદય અને અસાતાની સત્તા ૭, સાતાનો ઉદય અને સાતાની સત્તા ૮, એ બે ભાંગ અગી કિવળીને ચરમ સમયે એક સમય લગે પામીએ. એ સમળીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org