________________
૧૪
વાડાની દિવાલ વિનાના વિશાળ જ્ઞાન-આકાશમાં પેાતાના મનને મુક્તપણે ઉડવા દેવા ઇચ્છનાર એવે વાચક વર્ગ સમજવા. આ પ્રકારના અંગાળી વાચક વર્ગમાં જૈન કરતાં જૈનેતર જનતાના જ ભાગ મુખ્ય અને મેટા આવે છે એ સ્મરણમાં રાખવુ ઘટે. એવા જૈનેતર વર્ગીમાં પણ મેાટે ભાગે કાલેજના વિદ્યાથી એ અને પડિત પ્રોફેસરા વગેરેના જ સમાવેશ થાય છે. જ્યારે જન્મથી જૈનેતર અને બુદ્ધિપ્રધાન વને ઉદ્દેશી જૈન દર્શનનાં સર્વસામાન્ય અને વિશિષ્ટ તત્વ વિષે કોઇ સફળતાપૂર્વક લખવા ઈચ્છે ત્યારે એ સ્વાભાવિક છે કે તેણે એ તત્વનું નિરૂપણ અને તેટલું રોચક અને બુદ્ધિપ્રાહ્ય કરવું ઘટે. નિરૂપ ણુની રચતા એની શૈલી ઉપર અવલખિત છે અને તત્ત્વાની બુદ્ધિપ્રાચતા અન્ય દર્શનનાં તત્ત્વોની તેમ પશ્ચિમીય વિચારપ્રવાહા સાથેની સરખામણી કે તુલના ઉપર અવલંબિત છે. જૈનેતર વર્ગમાં પણ જૈન દર્શનની વિશિષ્ટ જીજ્ઞાસા જગાડવા લખાએલ આ લેખાની નિરૂપણ શૈલીમાં આપણે રોચકતા અને બુદ્ધિગ્રાહ્યતા અને જોઇએ છીએ. કારણ કે આ લેખેાની શૈલી એવી પ્રતિપાદનાત્મક અને યુક્તિબદ્ધ છે કે તેમાં જૈન દર્શનની વિશિષ્ટ સ્થાપનાના ઉદ્દેશ હાવા છતાં તેમાં નથી ઉગ્રતા, કટુકતા કે નથી કાઈનું આક્ષેપવાળુ ખંડન. આ લેખામાં જે જે મુદ્દાની ચર્ચા કરી છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org