________________
૧૩
અને એમનું દલિલપૂર્વક નિરૂપણ એમની વકીલી બુદ્ધિની સાક્ષી આપે છે. ભટ્ટાચાર્યજીની આ સેવા માત્ર જૈન જનતામાં જ નહિ પરંતુ જૈન દર્શનના જિજ્ઞાસુ જૈન-જૈનેતર સામાન્ય જગતમાં ચિરસ્મરણીય બની રહેશે.
મારું આ કથન વાંચનાર ધ્યાનમાં રાખે કે હું આ લેખે વિષે મારે વિચાર સંક્ષેપમાં અને પ્રતિપાદક સરણીએ જ દર્શાવી રહ્યો છું. એના દરેક મુદ્દા પરત્વે વિસ્તારપૂર્વક અને સમાચક દષ્ટિએ પણ લખવાને
સ્થાન છે, છતાં અત્યારે એ દષ્ટિએ નથી. પ્રથમ એ જેવું ઘટે કે આ લેખે કયા પ્રકારના જિજ્ઞાસુઓને ઉદ્દેશી લખાએલા છે? “જિનવાણ પત્ર બંગાળીમાં નીકળતું. એ પત્રમાં પ્રગટ થએલ આ લેખે મુખ્ય ભાગે બંગાળી વાચકોને ઉદ્દેશી લખાએલા છે. બંગાળી વાચક એટલે જન્મથી ગુરૂવચનને “તહત્તિ” “તહત્તિ કરનાર એક શ્રદ્ધાળુ જૈન નહિ, તેમજ બંગાળી વાચકવર્ગ એટલે નાના કે મોટા એક એક મુદ્દા પરત્વે વિવેચક અને સમાલેચક દૃષ્ટિએ ઊંડામાં ઊંડી સત્યની શોધ ચલાવનાર કઈ છેક જ આધ્યાત્મિક વર્ગ એમ પણ નહિ, પરંતુ એ વાચકવર્ગ એટલે દશન સામાન્યમાં રસ ધરાવનાર, દરેક દર્શન વિષે ઓછીવત્તી માહિતી ધરાવનાર, તર્કસરણ અને તુલનાત્મક પદ્ધતિનું મૂલ્ય આંકનાર તેમજ પંથ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org