________________
૧૮
મળતાં નથી, તે મંત્રો ફળદાયી નથી. તે અંગે અમારું એટલું જ નિવેદન છે કે–
વિદ્વાનોએ જે માર્ગ દર્શાવ્યો છે, તે અત્યુત્તમ છે.” એમ. શ્રદ્ધા અને વિશ્વાસ રાખી જપકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. જેમ જેમ આપણે કર્મ કરીશું, તેમ તેમ ઈષ્ટદેવ પિતે માર્ગને પ્રશસ્ત કરશે જ. | મન એ અતિ ચંચળ છે, બળવાન છે અને કેમેય કરતાં દબાતું નથી. એટલે આપણા મહર્ષિઓએ જપના પણ ઘણા ઘણા પ્રકારે. પાડયા છે. સ્વાધ્યાય અને વિકતસંગતિ વડે તે જાણી લઈ સાધકે અનન્યમનસ્કતાથી આગળ વધવું જોઈએ અને મંત્ર, ગુરૂ તથા. દેવતાના એજ્યનું સંધાન કરી સફળતા મેળવવી જોઈએ. ગ્રંથની વિશેષતા
પ્રસ્તુત ગ્રંથના કર્તા શતાવધાની પં. શ્રી ધીરજલાલભાઈ ઘણાં વર્ષોથી આપણા સમાજને સુસંસ્કારી બનાવવા તેમજ તેઓનાં જીવનને ઉત્તમોત્તમ રસ્તે દોરી માનવદેહને સફળ બનાવવા માટે અવનવા શાસ્ત્રીય-સાહિત્યની રચના કરતા રહ્યા છે. તેઓ મંત્રવિદ્યાન રહસ્યવેત્તા છે, સ્વયં ઉપાસક છે અને તંત્રશાસ્ત્રની ગ્રંથિઓને સારી રીતે ઉકેલી વાસ્તવિક તત્ત્વ રજૂ કરવામાં નિષ્ણાત છે. અધ્યાત્મ વિશારદ” તરીકે પ્રસિદ્ધ પંડિતવર્યશ્રીનું આરાધનાવિષયક તેમજ અન્ય સાહિત્ય આજે લાખો વાચકેના હૈયે આનંદનું અમૃત પીરસી રહ્યું છે, સત્યનાં સંધાન માટે પ્રેરી રહ્યું છે અને અજ્ઞાન, ભ્રાતિ કે મોહનાં અંધારાને દૂર ભગાડવામાં સૂર્યની જેમ પ્રકાશ પાથરી રહ્યું છે.
આ મહાન સાહિત્યકારની લેખિની વડે મંત્રવિજ્ઞાન, મંત્રચિંતામણિ, મંત્રદિવાકર, નમસ્કાર–મંત્રસિદ્ધિ, મહાપ્રાભાવિક ઉવસગ્ગહરં સ્તોત્ર, હીરકાર કપત, ભક્તામર