________________
૧૭
- હૃદય, ગુહ્ય, પાદ, નાભિ અને સર્વાંગમાં ન્યાસ થાય છે. કરન્યાસ અને હદયાદિન્યાસમાં કોઈ સ્થળે મંત્રના છ ખંડે અથવા ત્રણ ખડે કરી. ન્યાસ કરવામાં આવે છે, અથવા તે મંત્રદેવતાનાં બીજમંત્ર-વર્ણને ક્રમશઃ દીર્ઘ સ્વરે લગાડી છ ભાગોમાં તૈયાર કરી ન્યાસ કરવામાં
આવે છે. ધ્યાનમાં ઈષ્ટદેવનાં સ્વરૂપનું વર્ણન પ્રમુખ હોય છે, પણ તિમાં કાલ, કર્મ અથવા સ્વરૂપના આધારે સાત્ત્વિક, રાજસ કે તામસ ધ્યાન કરાવાય છે. ઈષ્ટ મંત્રના જપ પૂર્વે કેટલીક મુદ્રાઓ કરવાની જરૂર હોય છે અને તે ગુન્ગમથી અથવા શાસ્ત્રથી જાણી શકાય છે.
દરેક મંત્રના અધિષ્ઠાયક દેવના અનંત નામ તથા અનંત સ્વરૂપે હોય છે. તેમાંથી જે ઈષ્ટદેવની સાધના કરવી હોય તેનો મ–જપ તે જ નામવાળા બીજ દેવ પાસે ન જતાં તેમની પાસે જ
પહોંચે તે માટે તે તે મંત્રના “ભરવમંત્ર” ને દશાંશજપ અતિ '' આવશ્યક ગણાય છે. આટલું પૂર્વાગ વિધિ કર્યા પછી જપનું ફળ
-શીધ્ર મળે છે, એવી શાસ્ત્રીય માન્યતા છે.
જપ કર્યા પછી વાસપૂર્વક જપ સમર્પણ કરવું અને મુદ્દાઓ પૂર્વક વિસર્જન કરવું એ ઉત્તરાંગ કહેવાય છે.
માનવની બુદ્ધિ સહજ તર્ક કરનારી હોય છે અને મંત્રશાસ્ત્રમાં -તર્કને કોઈ સ્થાન હોતું નથી. તેથી ગુન્ગમ્ય કેટલુંક રહી જાય છે. પણ એનો એ અર્થ નથી કે જે મંત્રોના પૂર્વાગ અને ઉત્તરાંગ
* કેટલાક મંત્રો શાપિત કે કીલિત પણ હોય છે, એટલે આવા. - મંત્રોનું શાપવિમોચન અને ઉત્કલન પણ કરવા જોઈએ.
- -આની સાથે સામાન્ય સ્તુતિ અને અપરાધ ક્ષમાપન સ્તોત્રનો પાઠ પણ આવશ્યક ગણાય છે. '
-