________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૪
ગાલીચો ઉપાડી લેવા સેવકોને કહ્યું, તેની નીચે ઘણી કીડીઓ દેખાઈ. અકબર આંખો ફાડી આચાર્યદિવ સામે જોઈ રહ્યો, એની શ્રદ્ધા ખૂબ વધી ગઈ.
આ મુલાકાત બાદ રોજ અકબર બાદશાહ ઉપાશ્રયે આવી આચાર્યશ્રીને મળતો રહ્યો. ઠીકઠીક જ્ઞાનગોષ્ટી ચાલતી રહી. એક વખત અકબરે પોતાને શનિની ગ્રહદશા ચાલે છે તેનું કંઈક નિવારણ પૂછ્યું. આચાર્યશ્રીએ પોતે સરળતાથી નમ્રપણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે “મારો વિષય ધર્મ છે, જ્યોતિષનો નહિ. એટલે એ અંગે હું કંઈ કહું નહીં.”
એક દિવસ કેટલાંક પુસ્તકો અકબરે શ્રીહીરવિજયસૂરિને બતાવ્યાં બધાં જ ધાર્મિક પુસ્તકો હતાં અને તે એક તપાગચ્છના વિદ્યાવાન સાધુ શ્રી પદમ સુંદરજીનાં હતાં. તેઓનો સ્વર્ગવાસ થયો એટલે આ પુસ્તક આચાર્યશ્રીને સ્વીકારવા આગ્રહ કર્યો. પણ આચાર્યશ્રીએ તે લેવા ના કહી અને જણાવ્યું કે, “અમે આ સંગ્રહને અમારી પાસે રાખીને શું કરીએ? અમને જરૂર હોય તે પુસ્તકો લઈ વાંચી પાછા ભંડારને સોંપી દઈએ.” આવી નિસ્પૃહતાથી અકબર વધુ પ્રભાવિત થયો.
ત્યાંથી ચોમાસુ કરવા ગુરુદેવ આગ્રા પધાર્યા. પર્યુષણ પર્વના આઠ દિવસ “અમારિ પ્રવર્તન” કરવામાં આવ્યું. બાદશાહે ફરમાન બહાર પાડી ૮ દિવસ પર્યુષણના તથા આગળના ૨ દિવસ અને પર્યુષણ પછીના ૨ દિવસ એમ કુલ ૧૨ દિવસ જીવહિંસા બંધ કરાવી.
અહિંસા માટે બાદશાહને આચાર્યશ્રી જુદી-જુદી રીતે સમજાવતા ગયા. આની ઘણી સારી અસર બાદશાહને થઈ. એક દિવસ બાદશાહ આચાર્યશ્રીને લઈને “ડાબર' નામના સરોવરના કિનારે ગયો. ત્યાં હજારો પંખીઓ પાંજરામાં પૂરેલ હતાં તે બધાંને આચાર્યશ્રીની સામે જ બાદશાહે છોડી મૂક્યાં. આચાર્યશ્રી આથી ઘણો જ હર્ષ પામ્યા. ત્યાં માછીમારીની બીજી પણ હિંસા થતી હતી તે અકબરે બંધ કરાવી.
બાદશાહે પોતે ઘણાં પાપો કરેલ છે તે અંગેનો એકરાર કરતાં આચાર્યશ્રીને જણાવેલું કે “ચિત્તોડમાં મેં હજારો માણસોની કતલ કરાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org