Book Title: Jain Hitechhu 1919 12 to 1920 10 Author(s): Vadilal Motilal Shah Publisher: Shakrabhai Motilal Shah View full book textPage 9
________________ માટે વાચક મહાશયને અરજ કરું છું કે આ પત્રના દરેક શબ્દને ગુઢ આશય સમજવા દરકાર કરજે. ખાસ કરીને આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે લેખક જનસાધારણ માટે લખતા નથી, પણ વિકસીત વ્યક્તિઓને ઉદ્દેશીને લખે છે. થોડીક ગારવશાલી વ્યકિતઓ જનસાધારણમાંથી નીકળી આવે અને તેઓ વિજયી પુરૂષ તરીકે દીપી ઉઠે તથા જનસાધારણરૂપી કીચડમાંથી પણ સારા સારા “ઘાટ ઘડે, એ લેખકની ઉગ્ર ઈચ્છા દરેક લેખ, દરેક ઉપદેશ, દરેક ટીકા, દરેક અવલોકનમાંથી ટપકતી જણાય છે. “ સમયના પ્રવાહમાં 2 એ મથાળા તળે ચાલુ બનાવની જે ચર્ચા થાય છે ત્યાં પણ ચાલુ બનાવને કાંઈ મહત્વ આપવાની લેખકની ઇચ્છા નથી, પણ લોકો તત્ત્વજ્ઞાન વાંચવા કરતાં ચાલુ બનાના સમાચાર વાંચવા વધારે તત્પર હોય છે એમ સમજી નાની નૈધ દ્વારા અને મૂલ્ય સિદ્ધાંતે વાચકના મગજમાં ધુસાડવાની જ તેમની ઈચ્છા છે એમ અગાઉ પિોતે જ લખ્યું હતું. - એ પણ ધ્યાનમાં રહે છે, લેખક જડવાદી નથી. કોઈપણ * વાદના ગુલામ બનવાની તે સ્થળે સ્થળ મના કરે છે તે પછી જડવાદના ગુલામ તો બને જ કેમ? જે કોઈ વાદ દાસ બનવું એમને માટે શકય હોય તો તે આત્મવાદ છે કે જેમાં બાવીસ વfથી એમને નિવાસ છે. પણ અનુભવે એમને પાછળથી સમજવ્યું છે કે એકલો આત્મવાદ પણ્ “સપૂર્ણ સત્ય ? હોઈ શકે નહિ. દુનિયામાં જે કાંઈ છે તે બધું “સત્ય” માં સમાવેશ પામે છે. જડવાદ એ પણ આત્મવાદ અથવા ચેતનવાદને લઈને જ હયાતી ધરાવે છે. આમવાદ છે ત્યાં સુધી જડવાદ પણ રહેવાનો જ આત્મવાદ એ ભેદ જ જ્યારે દૂર થાય ત્યારે જડવાદ શબ્દ તેવા મનુષ્ય માટે અદશ્ય થાય ત્યાં સુધી જડવાદને નકારવો કે ધિક્કારવો તે સત્યના એક ભાગને નકારવા કે ધિક્કારવા બરાબર જ અજ્ઞાન ” જ છે. અને એ અજ્ઞાન આત્મવાના અભિમાનમાંથી પ્રેરાય છે. એ અજ્ઞાન પ્રજવને પાયમાલ કરે છે અને વ્યકિતત્વને યથેચ્છ ખીલ થવા દેતુ નથી. જડ પદાર્થોમાં પણ એટલા બધા ચમત્કાર અને એટલી બધી શક્તિ છે તથા જડની ચેતનના વિકાસમાં એટલી બધી સહાયતા છે કે જડને લગતા જ્ઞાનને અને વ્યવહારને “પાપ”માની માત્ર આત્મવાનાં ગીત ગાવામાં જ અંદગી વીતાડવી એ આત્મદ્રોહ કરવાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 288