________________
જૈન ધર્મના સાહિત્યમાંથી તેમાંય પણ તત્ત્વજ્ઞાન માટે તે પશ્ચિમાત્ય દેશના વિદ્વાને જેટલું લખે તેટલું બધું ખલના રહિત જ હોય તેમ માની ન શકાય; પરંતુ મી. એચ. વૈરને લખેલ આ ગ્રંથ તે પોતે જૈન ગ્રંથના સતત અભ્યાસી હોવાના કારણે જ (તેમજ શ્રદ્ધાળુ, જૈનાચાર, ક્રિયાકાંડ વગેરેનો અભ્યાસ અને અનુભવ લઈ તે વર્તનમાં મૂકતા હોવાથી–મૂકેલ હોવાથી તેમનું જૈનમય જીવન હોવાથી) ઘણે ભાગે ખલના રહિત અને તેમના અભ્યાસના તત્ત્વ–સારરૂપે જ આ ગ્રંથ લખાયેલ છે એમ તે કહેવું જોઈએ; છતાં પણ કોઈ સ્થળે ભિન્ન વિચારો કે પ્રતિપાદન કે શાસ્ત્ર વિરૂદ્ધ કંઈ પણ જણાય તે વાસ્તવિક શું છે ? તે સપ્રમાણ અને શાસ્ત્રીય પદ્ધતિએ અમને જણાવવામાં આવશે તે મી. રનની પાસેથી તેનો ખુલાસો મેળવી શકીશું અથવા અમો પણ તે પ્રકાશમાં મૂકવા પ્રયત્ન કરીશું.
પશ્ચિમના વિદ્વાનોના જૈન ધર્મ સંબંધી લખેલા આવા ગ્રંથ ભૂલ વગરના જ હોય એમ કેઈએ માની ન લેવું અને તેવા ગ્રંથમાં તેવી ખૂલના–ભૂલ હોય અથવા પ્રકાશકને જણાય તે મૂળ લેખકના તે લખાણવાળા પાનામાં છુટરનેટથી કે અન્ય રીતે તે ગ્રંથમાં પ્રકાશકે તેને ખુલાસો–નોટ આપવી જોઈએ; પરંતુ તેમ કર્યા સિવાય એવા ગ્રંથો કે તેના ભાષાંતર પ્રગટ થતાં તેના વાચકો જે અલ્પજ્ઞ કે સામાન્ય અભ્યાસી કે પ્રાથમિક જિજ્ઞાસુઓ હોય તો તેઓને અશ્રદ્ધા થઈ જવા સંભવ છે, વળી તેમ કર્યા સિવાય જે કોઈ જૈન શાળાઓમાં અભ્યાસ માટે મૂકવામાં આવે છે તે બાળ-જીવો માટે તો અસહ્ય જ છે, જેથી આવા ગ્રંથના અનુવાદ માટે તેમ કરવા પ્રકાશકને ઉપરોક્ત અમારી નમ્ર સૂચના ધ્યાનમાં લેવા જેવી છે. પશ્ચિમના વિદ્વાનો જગતના જુના ધર્મો–સંપ્રદાયોને અભ્યાસ કે સંશોધન જ્યારે માત્ર ઐતિહાસિક તત્ત્વના અનુશીલનની દૃષ્ટિએ કરે છે ત્યારે મી. હર્બર્ટ વૈરને પ્રથમથી જ ઐતિહાસિક તત્ત્વની સાથે