Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• પ્રસ્તાવના છે. ઉપાધ્યાયજી મહારાજની ગુર્જરકૃતિઓમાં આ કૃતિ મૂર્ધન્ય સ્થાને છે-રહેશે. એમાં કોઈ બેમત નથી. દ્રવ્યાનુયોગ જેવા ગહન વિષયને ગુર્જરગિરામાં ઢાળીને ઉપાધ્યાયજી મહારાજે પ્રાકૃતજનને પણ આ પદાર્થો સુલભ અને સહજ બનાવી દીધા છે. શ્રીસંઘ-એમાં પણ શ્રમણ સંઘ ક્યારેય ઉપાધ્યાયજી મહારાજના ઉપકારને વિસરી નહિ શકે.
દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની આ કૃતિ ઉપર આજ સુધીમાં પ્રાયઃ ત્રણથી ચાર નાના-મોટા વિવેચનો થયા છે. અર્વાચીન વિવેચનોમાં ગણી શ્રીયશોવિજયજીનું પ્રસ્તુત વિવેચન (ટીકા/અનુવાદ) આગવું એટલા માટે છે કે બીજા બધા વિવેચનો ગુજરાતીમાં છે, જ્યારે આ વિવેચન સંસ્કૃભાષામાં રચાયેલ છે. તેમજ અનેક સાક્ષીગ્રંથોના પાઠો વગેરે આપીને આ વિવેચનાને સમૃદ્ધ કરવાનો યશસ્વી પ્રયત્ન કર્યો છે.
વાચકો આ ગ્રન્થના અધ્યયન દ્વારા એના પદાર્થોને આત્મસાત્ કરી નિજ સમ્યગ્દર્શનને નિર્મળ બનાવે - પરંપરાએ ચારિત્રાદિ પામીને મુક્તિપદને પ્રાપ્ત કરે એવી મનોકામના સહ.
પોષદશમી, પાર્શ્વજન્મકલ્યાણક, તા. ૨૬-૧૨-૨૦૦૫, અણસ્તુતીર્થ (જિ. વડોદરા),